1. Home
  2. revoinews
  3. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે લડશે ચૂંટણી, નામાંકન પહેલા લીધા બાલાસાહેબ ઠાકરેના આશિર્વાદ
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે લડશે ચૂંટણી, નામાંકન પહેલા લીધા બાલાસાહેબ ઠાકરેના આશિર્વાદ

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે લડશે ચૂંટણી, નામાંકન પહેલા લીધા બાલાસાહેબ ઠાકરેના આશિર્વાદ

0
Social Share
  • ચૂંટણી રાજકારણમાં આદિત્ય ઠાકરેનું ડેબ્યુ
  • નામાંકન પહેલા લીધા બાલાસાહેબ ઠાકરેના આસને માથું નમાવી આશિષ
  • ચૂંટણી લડવા માટે ઉમેદવારી કરનાર આદિત્ય ઠાકરે પરિવારના પહેલા સદસ્ય

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચુક્યુ છે અને આ ચૂંટણીમાં શિવસેના માટે ખાસ છે. શિવસેનાની રાજનીતિના ઈતિહાસમાં પહેલીવાર ઠાકરે પરિવારના કોઈ સદસ્ય ચૂંટણી લડી રહ્યા છે. ગુરુવારે પોતાનું નામાંકન ભરતા પહેલા આદિત્ય ઠાકરેએ પોતાના દાદા બાલાસાહેબ ઠાકરેના આશિર્વાદ લીધા હતા.

આદિત્ય ઠાકરેએ પોતાના ટવ્ટિર એક એકાઉન્ટ પર એક તસવીર શેયર કરી છે. જેમાં તેઓ બાલાસાહેબ ઠાકરેના આસન સમક્ષ મસ્તક ઝુકાવીને આશિર્વાદ લઈ રહ્યા છે. આસન પર બાલાસાહેબ ઠાકરેની તસવીર છે અને તેમનો કેટલોક સામાન પણ મૂકેલો છે. આદિત્ય ઠાકરે આ વખતે વર્લી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી ડેબ્યૂ કરી રહ્યા છે.

ચૂંટણી ટેસ્ટ પહેલા આદિત્ય ઠાકરેએ હુંકાર પણ ભરી છે. બુધવારે નામાંકન પહેલા તેમણે કહ્યુ છે કે હું ચૂંટણી લડી રહ્યો છું, મે મોટું પગલું ઉઠાવ્યું છે. મારા માટે આ મોટી ક્ષણ છે અને ઐતિહાસિક છે. મારી વિરુદ્ધ કોઈને ઉભા થવા દો. આ તેમનો અધિકાર છે. હું ભયભીત નથી, કારણ કે મને ભરોસો છે કે તમે મને હારવા દીધો નથી.

મહત્વપૂર્ણ છે કે આના પહેલા શિવસેનાની સ્થાપનાથી આજ સુધી ઠાકરે પરિવારના કોઈપણ સદસ્યે ચૂંટણીના રાજકારણમાં ઝુકાવ્યું નથી. પછી તે બાલાસાહેબ ઠાકરે હોય, ઉદ્ધવ ઠાકરે હોય અથવા રાજ ઠાકરે જ કેમ ન હોય. શિવસેના જ્યારે સત્તામાં રહી, ત્યારે પણ ઠાકરે પરિવારના કોઈ સદસ્યે કોઈપણ પદ ગ્રહણ કર્યું ન હતું.

હવે આ વખતે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જો શિવસેના-ભાજપના ગઠબંધનની સત્તામાં વાપસી થાય છે, તો આદિત્ય ઠાકરે ડેપ્યુટી સીએમની કમાન સંભાળે તેવી શક્યતા છે. જો કે શિવસેના તરફથી સતત નિવેદન આપવામાં આવી રહ્યું છે કે આદિત્ય ઠાકરે ડેપ્યુટી નહીં, પરંતુ સીધા સીએમ જ બનશે.

મહત્વપૂર્ણ છે કે મહારાષ્ટ્ર વિધાનસભાની 288, જ્યારે હરિયાણા વિધાનસભાની 90 બેટકોની ચૂંટણી માટે 21 ઓક્ટોબરે મતદાન થવાનું છે. ચૂંટણી પરિણામ 24 ઓક્ટોબરે ઘોષિત કરવામાં આવશે. બંને રાજ્યોમાં સત્તારુઢ ભાજપ આ વખતે પણ હાલના મુખ્યપ્રધાન સાથે જ પોતાની જીતનું પુનરાવર્તન કરવા ચાહે છે. મહારાષ્ટ્રમાં ભાજપ અત્યાર સુધી 139 ઉમેદવારોનું એલાન કરી ચુક્યું છે, જ્યારે શિવસેનાએ 124 ઉમેદવારોની ઘોષણા કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code