દેશના 73મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો છે. પીએમ મોદીએ દેશી પ્રોડક્ટને પ્રોત્સાહીત કરવા અપીલ કરી છે. તેની સાથે તેમણે સૂત્ર આપ્યું છે કે લકી કલ કેલિએ લોકલ. તેમણે ડિજિટલ પેમેન્ટને હા અને રોકડને ના કરવાની અપીલ કરી છે.
તેમણે કહ્યુ છે કે આપણે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહીત કરવું પડશે. તેમણે કહ્યુ છે કે હું વેપારીઓને કહીશ કે તમે બોર્ડ લગાવો છો- આજે રોકડ, ઉધાર કાલે. હું ઈચ્છું છું કે તમે હવે બોર્ડ લગાવો ડિજિટલ પેમેન્ટને હા, રોકડને ના-નું બોર્ડ લગાવવાનો વખત છે.
પીએમ મોદીએ કહ્યુ છે કે બધાં મળીને નક્કી કરો કે ટૂરિજ્મને પ્રોત્સાહન આપવાનું છે. ભારત દુનિયાભર માટે અજૂબો હોઈ શકે છે. આજે દુનિયા આપણી સાથે વેપાર કરવાની ઈચ્છા ધરાવે છે. આપણે આ પ્રસંગને જવા દેવો જોઈએ નહીં. તેમણે કહ્યુ છે કે આફણે ત્યાં દરેક જિલ્લાની અલગ ખાસિયત છે. દરેક સ્થાનની અલગ-અલગ ચીજો મશહૂર છે. આપણી વિવિધતાથી દુનિયાને પરિચય કરાવવો પડશે.
વડાપ્રધાન મોદીએ એલાન કર્યું છે કે દુનિયા ભારતને બજાર માને છે, પરંતુ હવે આપણે પણ દુનિયા માટે તૈયાર રહેવું પડશે. દરેક જિલ્લામાં એક ખૂબી છે, જે દુનિયામાં પ્રચારીત કરવી જોઈએ. દેશના ઉત્પાદનને ગ્લોબલ માર્કેટ સુધી પહોંચાડવું જરૂરી છે.
વડાપ્રધાન મોદીએ દેશી પ્રોડક્ટને પ્રોત્સાહીત કરવા પર ભાર મૂકતા કહ્યુ છે કે આપણે માત્ર બજાર ન બનીએ, પરંતુ દુનિયાના બજારમાં પહોંચીએ પણ. દેશના ઉત્પાદનોને દુનિયાના બજાર સુધી પહોંચાડવાના છે. આપણી વિવિધતાથી દુનિયાને પરિચિત કરવી પડશે.
વડાપ્રધાન મોદીએ લોકોને અપીલ કરતા કહ્યુ છે કે તમે દુનિયામાં ફરવા જાવ છો, પરંતુ હવે નક્કી કરો કે 2022થી પહેલા આપણા દેશના 15 પ્રવાસન સ્થાનો પર જશો. તમે જ્યારે તમારા દેશમાં ફરશો, તો દુનિયાને અહીંની ખૂબસૂરતીની જાણકારી મળશે.
તેમણે લોકોને અપીલ કરી છેકે તેઓ પોલીથીનનો ઉપયોગ કરે નહીં અને દુકાનદારોને પણ આમ જ કરવા માટે જણાવ્યું છે. પીએમ મોદીએ કહ્યુ છે કે હું તમામ દુકાનદારોને આગ્રહ કરું છું કે તેઓ પોતાની દુકાનની બહાર લખે કે અમારી પાસે પ્લાસ્ટિકની થેલી માંગવી નહીં, કપડાની થેલી લઈને આવો. નહીંતર તેઓ ખુદ જ કપડાની થેલી વેચવાનું શરૂ કરી દે.