મે મહિનાના પહેલા જ દિવસે સામાન્ય માણસના ખિસ્સાનો બોજ વધ્યો છે. આજથી રસોડામાં રસોઈ બનાવવી ઘણી મોંઘી પડશે અને તેનાથી દેશવાસીઓના ખિસ્સા પર પણ ઘણો માર પડ્યો છે.
આજથી રસોઈ માટેના એલપીજી ગેસ સિલિન્ડરના ભાવોમાં વધારો થઈ ગયો છે. આજથી દેશની રાજધાની દિલ્હીમાં સબસીડીવાળા સિલિન્ડર્સ 0.28 રૂપિયા મોંઘા થઈ ગયા છે. જ્યારે મુંબઈમાં 0.29 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે નોન-સબસીડીવાળા સિલિન્ડરની કિંમતોમાં ભાવ 6 રૂપિયા સુધી વધી ગયો છે.
ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડર્સની કિંમતોમાં થયેલા આ વધારાથી આજે દેશના ચાર મુખ્ય મહાનગરોમાં સબસીડીવાળા સિલિન્ડર્સ મોંઘા મળશે. દિલ્હીમાં 14.2 Kg વાળા ગેસ સિલિન્ડર્સની કિંમત 496.14 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે કોલકાતામાં 14.2 Kgવાળા રસોઈ ગેસની કિંમત વધીને 499.29 રૂપિયા થઈ ગઈ છે.
જ્યારે મુંબઈમાં 14.2 Kg વાળા રસોઈ ગેસની કિંમત 496.86 રૂપિયા થઈ ગઈ છે. ચેન્નાઈમાં આજે 14.2 Kg વાળા ગેસ સિલિન્ડરની કિંમત વધીને 484.02 રૂપિયા થઈ ગઈ છે.
નોન-સબસીડીવાળા સિલિન્ડરની કિંમતો 22.5 રૂપિયા સુધી વધી છે. આ ઉપરાંત, વ્યાવસાયિક કામો માટે ઉપયોગમાં લેવાતા ગેસ સિલિન્ડરના ભાવોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. તેમાં પણ 22.5 રૂપિયાનો વધારો થયો છે. આ કિંમતો આજથી લાગુ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે આ કિંમતો એક મહિના સુધી જ લાગુ રહેશે.