1. Home
  2. revoinews
  3. યસ બેંકની આર્થિક સ્થિતમાં સુઘારો- બેંકની સ્થિતિ વધુ સ્થિર કરવા 50 બ્રાંચ બંધ કરવાનો નિર્ણય
યસ બેંકની આર્થિક સ્થિતમાં સુઘારો- બેંકની સ્થિતિ વધુ સ્થિર કરવા 50 બ્રાંચ બંધ કરવાનો નિર્ણય

યસ બેંકની આર્થિક સ્થિતમાં સુઘારો- બેંકની સ્થિતિ વધુ સ્થિર કરવા 50 બ્રાંચ બંધ કરવાનો નિર્ણય

0
Social Share
  • યસ બેંક ખોટમાં
  • 50 બ્રાંચ બંઘ થશે
  • યસ બેંક પર છવાયા મુસીબતના વાદળો

સમગ્ર દેશમાં કોરોના મહામારીનો માર પડતો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે બેંકો પર પણ તેની માઠી અસર જોવા મળી રહી છે, ત્યારે હવે યસ બેંકની આર્થિક સ્થિતિ ઘીમે ઘીમે સુધરતી જોવા મળી રહી છે,નાણાકિય વર્ષ 2020-21ની બીજી ત્રિમાસીકમાં 129.37 કરોડ રુપિયાનો ચોખ્ખો નફો થયેલો જોવા મળી રહ્યો છે, બેંકને આ ,મયગાળા દરમિયાન એક વર્ષ પહેલા 600 કરોડ રુપિયાની ખોટ વર્તાઈ હતી.

યસ બેંકે સ્ટોક એક્સચેંજને આ અંગે જણાવ્યું હતું કે સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન તેમની ટોટલ આવક  વર્ષ પહેલા 834750 કરોડ રુપિયાથી ઘટીને રૂ. 5,952.1 કરોડ થઈ છે. જો કે, આ સમયગાળા દરમિયાન બેંકના એનપીએમાં વધારો થયો છે. બેંકની હાલની સ્થિતિને સુધારવા માટે અનેક મહત્વના પગલાઓ લેવામાં આવી રહ્યા છે, જે અંગે સીઇઓ પ્રશાંત કુમારે બેંક તરફથી માહિતી આપી હતી.

બેંકના સીઈઓ પ્રશાંત કુમારએ કહ્યું છે, અને ભંડોળ ભેગુ કરવાથી લઈને કેટલાક સુધારાત્મક પગલા ભર્યા છે. બીજી ત્રિમાહીના પરિણામ ઉત્સાહીત કરનારા જોવા મળ્યા છે.બેંક હવે રિકવરી મોડ પર ઘીમે ઘીમે આવી રહી છે બેંકની આ પ્રગતિથી અમે સંતુષ્ટ છે

વિતેલા 7 મહિના પહેલા પ્રશાંત કનમારે યસ બેંકની જવાબગદારીઓ સંભાળી હતી, આ સમય દરમિયાન યંસ બેંક અનેક આર્થિક પડકારોનો સામનો કરી રહી હતી, તેમણે કહ્યું કે, બેંકની આર્થિક સ્થિતને હજુ વધુ મજબુત બનાવવા માટે અને તેમા સુધારો લાવવા માટે બેંકએ પોતાની 50 બ્રાંચ બંધ કરવાનો નિર્ણય લીઘો છે, તેનું કારણ તેમણે એ પણ બતાવ્યું છે કે કેટલાક શહેરોમાં બેંકની બ્રાંચ ખુબ જ પાસે પાસેના વિસ્તારોમાં છે તેથી તેનું હોવું એટલું પણ જરુરી નથી.

ઉલ્લેખનીય છે કે,.નવા મેનેજમેન્ટ હેઠળ, ખાનગી ક્ષેત્રની આ બેંક ચાલુ નાણાકીય વર્ષ 2020-21માં પોતાના સંચાલિત ખર્ચમાં 20 ટકાનો ઘટાડો કરવાનો લક્ષ્યાંક ધ્યાનમાં રાખીને આગળ વધી રહી છે.

આથી વધુ પ્રશાંત કુમારે કહ્યું કે એટીએમની સંખ્યામાં પણ સુમેળ કરવામાં આવી રહ્યો છે, બેંકની મૂડી વધારવા માટે, પ્રશાંત કુમારે માર્ચ 2021 સુધીમાં 2 લાખ કરોડ રૂપિયા એકઠા કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

સાહીન-

 

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code