IMFનો ‘વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક’ રિપોર્ટ જાહેર, વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આવશે 4.4 ટકાનો ઘટાડો
- આઇએમએફ એ ‘વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક’ રીપોર્ટ કર્યો જાહેર
- 2020માં વૈશ્વિક અર્થવ્યવસ્થામાં 4.4 ટકાનો ઘટાડો
- ચીન એકમાત્ર વિકાસશીલ દેશ હશે
નવી દિલ્લી: આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષએ હાલમાં જ ‘વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક’ રીપોર્ટ જાહેર કર્યો છે,જેમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, વર્ષ 2020 માં વૈશ્વિક અર્થવ્યવસ્થામાં 4.4 ટકાનો ઘટાડો થશે, પરંતુ ચીની અર્થવ્યવસ્થામાં 1.9 ટકાનો વિકાસ થશે.જે દુનિયાભરમાં એકમાત્ર સક્રિય વૃદ્ધિ પ્રાપ્ત પ્રમુખ આર્થિક સમુદાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આર્થિક બહાલીને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા ધીરે-ધીરે મંદીમાંથી બહાર આવ્યું છે.
એક મહત્વપૂર્ણ યોગદાનકર્તાના રૂપમાં ચીનની મદદથી વૈશ્વિક વ્યાપારની બહાલી જૂન મહિનાથી ફરી શરૂ થઈ, પરંતુ કેટલાક ક્ષેત્રોમાં મહામારીના ફેલાવવાની ગતિ ઝડપથી વધી રહી છે. કેટલાક આર્થિક સમુદાયો ઓગસ્ટથી જ આર્થિક બહાલીને ધીમું કરી રહ્યા છે
ભારતની અર્થવ્યવસ્થામાં 10.3 ટકાનો ઘટાડો
વ્યાપક અર્થમાં જોઈએ તો, આ વર્ષે વિકસિત આર્થિક સમુદાયોમાં 5.8 ટકાનો ધટાડો થશે, ઉભરતા બજારો અને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓમાં 3.3 ટકાનો ઘટાડો જોવા મળશે. અમેરિકામાં 4.3 ટકા, યુરો ક્ષેત્રમાં 8.3 ટકા,જાપાનમાં 5.3 ટકાનો ઘટાડો થશે. તો, ભારતની અર્થવ્યવસ્થામાં 10.3 ટકાનો ઘટાડો થશે.
આવતા વર્ષે પણ શરૂ રહેશે ચીની આર્થિક વૃદ્ધિ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દુનિયાભરમાં ચીન એકમાત્ર સક્રિય આર્થિક વૃદ્ધિ વાળો પ્રમુખ આર્થિક સ્ત્રોત છે. આઇએમએફના અનુમાન મુજબ,આ વર્ષે ચીનનો આર્થિક વિકાસ દર 1.9 ટકા રહેશે, જે ગત જૂનમાં અંદાજ કરતા 0.9 ટકા વધ્યો હતો. આવતા વર્ષ 2021માં ચીનની આર્થિક વૃદ્ધિ શરૂ રહેશે,જેનો અંદાજ 8.2 ટકા છે.
આઇએમએફના ચીફ ઇકોનોમિસ્ટ ગીતા ગોપીનાથે કહ્યું કે, વૈશ્વિક આર્થિક પુનરુત્થાન લાંબો સમય હશે,અસંતુલિત અને અનિશ્ચિત પણ હશે. તેમણે દુનિયાભરના વિવિધ આર્થિક સમુદાયોને અપીલ કરી છે કે તેઓ તેમની આર્થિક અને નાણાકીય સહાયની નીતિઓ સમય પહેલા પાછા ન ખેંચે, જેથી સતત આર્થિક બહાલીને સુનિશ્ચિત કરવામાં આવી શકે.
_Devanshi