ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી બોમ્બેના વિદ્યાર્થીઓએ શનિવારે દીક્ષાંત સમારંભમાં પરંપરાગત પરિધાનો પહેરવાનો નિર્ણય કર્યો હતો. તેમણે સમારંભમાં કાળ રંગના પોશાક અને ટોપી પહેરવાના સ્થાને સફેદ રંગના કુર્તા અને પાયજામા પહેર્યા હતા.
લાઈવમિન્ટના રિપોર્ટ પ્રમાણે, યુજીસીએ તમામ યુનિવર્સિટીઓના ઉપકુલપતિઓને આ પરિધાનો અપનાવવાનું કહ્યું છે. યુજીસીએ કહ્યુ છે કે તેઓ હાથવણાટના વસ્ત્રોને દીક્ષાંત સમારંભમાં મહત્વ આપે. આ માત્ર ભારતીય હોવાનું ગૌરવ જ પ્રદાન નહીં કરે, પરંતુ ગર્મી અને ભેજના વાતાવરણ માટે આરામદાયક પણ હશે.
ઈન્ફોસિસના ચેરમેન અને સહસંસ્થાપક નંદન નીલેકણી તથા સંસ્થાનના એક ભૂતપૂર્વ વિદ્યાર્થીને ડોક્ટરેટની માનદ પદવીથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. આઈઆઈટી બોમ્બેના 57મા દીક્ષાંત સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે માનવ સંસાધન વિકાસ પ્રધાન રમેશ પોખરિયાલ નિશંક હાજર રહ્યા હતા, તેમણે વિદ્યાર્થીઓને સમ્માનિત કર્યા હતા.