પીઓકે ભારતને સોંપી દે તે પાકિસ્તાનના હિતમાં: અઠાવલે
પીઓકેના લોકો પાકિસ્તાનથી નાખુશ: અઠાવલે
પીઓકેના લોકોને જોડાવું છે ભારતમાં: અઠાવલે
નવી દિલ્હી : કેન્દ્રીય પ્રધાન રામદાસ અઠાવલેએ પાકિસ્તાનને સલાહ આપતા કહ્યુ છે કે જો તે યુદ્ધથી બચવા ચાહે છે, તો તેના માટે સારું થશે કે પીઓકે ભારતને હવાલે કરી દે.
તેમણે પોતાની ટીપ્પણીનું કારણ પણ જણાવ્યું છે. રામદાસ અઠાવલેએ કહ્યુ છે કે સમાચારોમાં સામે આવ્યું છે કે પીઓકેના લોકો પાકિસ્તાનથી નાખુશ છે અને તેઓ ભારતનો હિસ્સો બનવા ચાહે છે.
ચંદીગઢમાં પોતાના મંત્રાલયની યોજનાઓની સમીક્ષા કરવા માટે પહોંચેલા રામદાસ અઠાવલેએ કહ્યુ છે કે નરેન્દ્ર મોદી જોશીલા વડાપ્રધાન છે. અનુચ્છેદ-370ની જોગવાઈઓને રદ્દ કરવાનો તેમણે ઐતિહાસિક નિર્ણય કર્યો છે, તેને પાકિસ્તાન પચાવી શક્યું નથી. અઠાવલેએ કહ્યુ છે કે પાકિસ્તાને હવે પીઓકેને ભારતને સોંપી દેવું જોઈએ અને આમ કરવું જ પાકિસ્તાનના હિતમાં છે.
અઠાવલેએ કહ્યુ છે કે જો પીઓકે ભારતને મળી જશે, તો ત્યાં ઉદ્યોગો સ્થપાશે. પાકિસ્તાનની વેપારમાં મદદ કરીશું અને ગરીબી તથા બેરોજગારી સામે લડવામાં પણ સહયોગ કરીશું. તેમણે એમ પણ કહ્યુ છે કે આવા સમાચારો છે કે પીઓકેમાં લોકો નાખુશ છે અને તેઓ ભારતમાં સામેલ થવા ચાહે છે.
અઠાવલેએ કહ્યુ છે કે પાકિસ્તાને યુદ્ધોન્માદ ફેલાવવામાં સામેલ થવું જોઈએ નહીં અને લુખ્ખી ધમકીઓ આપવી જોઈએ નહીં. તેમની પાર્ટી હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી લડશે કે નહીં, તે સવાલના જવાબમાં અઠાવલેએ કહ્યુ કે તેમની પાર્ટી 90 બેઠકોમાંથી 10 બેઠકો પર ચૂંટણી લડશે.