ઈન્ડિયન એરલાઈન્સમાં રચાયો ઈતિહાસ – સીઈઓના પદ પર પ્રથમ મહિલાની નિયુક્તિ કરાઈ – જાણો આ મહિલા વિશે
- ઈન્ડિયન એરલાયન્સમાં રચાયો ઈતિહાસ
- સીઈઓના પદ પર પ્રથમ મહિલાની નિયુક્તિ કરાઈ
- હરપ્રીત એ ડી સિંહ સંભાળશે સીઈઓનું પદ
- એરઈન્ડિયાની એરલાઈન્સમાં મહિલા સીઈઓની નિયૂક્તિ
દેશની મહિલાઓ હવે દરેક ક્ષેત્રમાં પોતાનું સ્થાન બનાવી રહી છે, નેવી હોય કે પછી આર્મી હોય દેશની સેવાઓમાં ઉચ્ચપદ ગ્રહણ કરી વર્ષો પહેલાની સ્ત્રીઓને ઘરની બહાર કામ ન કરવા દેવાની માનસિકતા નષ્ટ થઈ રહી છે,મહિલા હવે પુરુષ સમોવડી થઈ છે.ત્યારે આ બાબતે હાલમાં જ હરપ્રીત એ ડી સિંહએ એક શ્રેષ્ઠ ઉદાહરણ પુરુ પાડ્યું છે.
હરપ્રીત સિંહ એ દેશના વિમાનક્ષેત્રમેંક મોટૂ પદ મેળવ્યું છે, તેઓ એરલાઈન્સ એરના દેશના પ્રથમ મહિલા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બન્યા છે,એટલે કે તેઓ હવે સીઈઓનો પદભાર સંભાળશે,
શુક્રવારના રોજ સરકારે એર ઇન્ડિયાની પેટાકંપની એલાયન્સ એરના સીઈઓ તરીકે હરપ્રીત એડી સિંહની નિમણૂક કરી છે. હાલમાં સિંહ એર ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. કંપનીના નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હવે કેપ્ટન નિવેદિતા ભસીન હશે, જે એક વરિષ્ઠ કમાન્ડર છે અને હાલમાં ડ્રીમલાઇનર બોઇંગ 787 ચલાવે છે.
આ સમગ્ર બાબતે એર ઈન્ડિયાના અધ્યક્ષ અનેમેનેજિંગ ડિરેક્ટ એવા રાજીવ બંસલે શુક્રવારે એક આદેશ જારી કર્યો હતો કે, સિંઘ આગલા આદેશ સુધી એલાયન્સ એરના સીઈઓનું પદ સંભાળશે અને કેપ્ટન નિવેદિતા ભસીનના અનુભવના આધારે તેમને ઘણા વિભાગોના પ્રમુખ બનાવવામાં આવ્યા છે.
હરપ્રીત સિંહ બન્યૈ એલાઈન્સના સીઈઓ -જાણો કોણ છે આ હરપ્રીત સિંહ
- હરપ્રીત સિંહ દેશની પ્રથમ મહિલા પાયલટ છે
- 1998માં એર ઈન્ડિયાએ તેની પસંદગી કરી હતી
- જો કે તેમના વ્વાસ્થ્યના કારણે તેઓ ઉડાન ભરવામાં નિષ્ફળ રહ્યા હતા
- તેઓ ઉડાન સુરક્ષા ક્ષેત્રમાં ખુબ જ સક્રિય છે
- તેમણે ભારતીય મહિલા પા.લટ અસોસિએશનનું નેતૃત્વ કર્યુ હતું
- એર ઇન્ડિયાએ 1980 ના દાયકાની શરૂઆતમાં મહિલા પાઇલટ્સની નિમણૂક કરી હતી
- આમ કરનારી તે પહેલી ભારતીય વિમાન કંપની બની હતી.
હાલ આ એરલાઈન્સ કંપની સરકારી જ રહેશે, એર ઈન્ડિયા સાથે તેનું વેંચાણ નથી કરવામાં આવ્યું , ભવિષ્યમાં તેનુ ખાનગીકરણ થવાની શક્યતાઓ છે.
સાહીન-