- ગૃહ મંત્રાલયમાં બે ઉચ્ચસ્તરીય બેઠક
- આંતરીક સુરક્ષા મામલે યોજાઈ બેઠક
- વર્કપ્લેસ પર યૌન ઉત્પીડન રોકવા મામલે બેઠક
દિલ્હીમાં ગૃહ મંત્રાલયમાં ગૃહ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં સોમવારે બીજી ઉચ્ચસ્તરીય બેઠક થઈ રહી છે. પહેલી હાઈલેવલ બેઠકમાં અમિત શાહ સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, ગૃહ સચિવ એ. કે. ભલ્લા અને ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓ સામેલ થયા હતા. આ બેઠક સમાપ્ત થઈ છે.
ગૃહ મંત્રાલયમાં બીજી બેઠક કાર્યસ્થળ પર યૌન ઉત્પીડનની રોકથામને મામલે યોજાઈ છે. ગૃહ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ, માનવ સંસાધન વિકાસ પ્રધાન રમેશ પોખરિયાલ અને મહિલા તથા બાળવિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાની હાજર છે.
જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ હજીપણ સંપૂર્ણપણે સામાન્ય નથી અને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સત્તાવાર સૂત્રો પ્રમે, રવિવારે કાશ્મીર ખીણના કોઈપણ વિસ્તારમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો ન હતો અને શનિવારે રાત્રે કાશ્મીર ખીણના માટોભાગના સ્થાનો પર પરિસ્થિતિ શાંતિપૂર્ણ રહી હતી. જો કે કાયદો અને વ્યવસ્થાને જાળવી રાખવા માટે કાશ્મીર ખીણના ઘણાં વિસ્તારોમાં ચારથી વધારે લોકો એકસાથે એકત્રિત થવાથી રોકવા માટે પ્રશાસને કલમ-144 લગાવી છે.
ઐતિહાસિક જામિયા મસ્જિદના તમામ દરવાજા પાંચ ઓગસ્ટથી જ બંધ છે અને અહીં કોઈપણ પ્રકારના પ્રદર્શનને રોકવા માટે મોટી સંખ્યામાં સુરક્ષાદળોની તેનાતી કરવામાં આવી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે, ઉત્તર કાશ્મીરના બારામૂલાથી બડગામ, શ્રીનગર અને અનંતનાગના માર્ગે જમ્મુ ક્ષેત્રના બનિહાલની વચ્ચે ચાલનારી રેલવે સેવાઓ પાંચમી ઓગસ્ટથી જ સ્થગિત છે. દૂરસંચારના સાધન લેન્ડલાઈન ફોન, ઈન્ટરનેટ અને મોબાઈલ ફોન સેવાને બહાલ નહીં થવાથી લોકો એકબીજાનો સંપર્ક બનાવવામાં ખાસી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ગત સપ્તાહે જો કે કાશ્મીર ખીણમાં લેન્ડલાઈન સેવાઓ બહાલ કરી દેવામાં આવી છે.
આના સિવાય શિક્ષણ સંસ્થા સૌથી વધારે અસરગ્રસ્ત છે અને અભ્યાસ ફરીથી શરૂ કરવાનો નિર્ણય બાદમાં પણ નિવાસી વિદ્યાલયથી અંતર ધરાવે છે. જ્યારે શિક્ષક અને અન્ય કર્મચારી પોતાના કામ પર સમયથી આવી રહ્યા નથી. કેન્દ્ર સરકારે પાંચમી ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરના વિશેષ રાજ્યના દરજ્જાને સમાપ્ત કરી દેવામાં આવ્યો છે, બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લડાખમાં વિભાજીત કરવાનું એલાન કરવામાં આવ્યું હતું. ગ્રીષ્મકાલિન રાજધાની શ્રીનગરમાં કારોબારી પ્રતિષ્ઠાન અને દુકાનો બંધ છે. સડકો પર વાહન દેખાઈ રહ્યા નથી. જો કે ખાનગી વાહનોનું આવગમન ચાલી રહ્યું છે.
શ્રીનગરનું મશહૂર રવિવાર બજાર પણ હડતાલને કારણે બંધ રહ્યું હતું. પરંતુ ઘણાં દુકાનદારોએ સડકો પર સ્ટોલ લગાવ્યા હતા. જો કે ગ્રાહકો તેમના સ્ટોલ પરથી ગેરહાજર રહ્યા હતા. કાશ્મીર ખીણમાં અન્ય સ્થાનો પર જનજીવન અસરગ્રસ્ત રહ્યું અને દુકાનો તથા વ્યાપારીક પ્રતિષ્ઠાન બંધ છે.
અનંતનાગથી મળેલા એક રિપોર્ટ પ્રમાણે, દક્ષિણ કાશ્મીરના કુલગામ, પુલવામા અને શોપિયાં જિલ્લામાં તમામ કારોબારી પ્રતિષ્ઠાનો અને દુકાનો બંધ છે. મધ્ય કાશ્મીરના ગંદેરબલ, બડગામ, સોપોર, પાટન, પલહાન, બાંદીપોરા, અજસ અને ઉત્તર કાશ્મીરની ઝેલમ નદી અને તેની આસપાસના અન્ય વિસ્તારોમાં પણ આવી સ્થિતિ છે.