ઓએનજીસીમાં ભીષણ આગનો બનાવ
આગની લપેટમાં 5 લોકો હોમાયા
8 લોકો ગંભીર રીતે ઘાયલ
ગેસ વેડફાવાના કારણે ગેસના પુરવઠા પર અસર
મુંબઈમાં ઓઈલ એન્ડ નેચરલ ગૅસ કોર્પોરેશનના પ્લાન્ટમાં ભીષણ આગ લાગવાનો બનાવ બનવા પામ્યો છે, આ આગ નવી મુંબઈમાં ઓએજીસીના કોલ્ડ સ્ટોરેજમાં લાગી હતી,આગ ખુબ જ ભયંકર હતી, આગની લપેટમાં 5 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તો 8 લોકોની હાલત ખુબજ નાજુક જોવા મળી છે.
મુંબઈમાં લાગેલી આગનું સ્વરુપ એટલું ભયંકર હતુ કે આજુબાજુ ત્રણ કિલોમીટર સુધીનો વિસ્તાર ખાલી કરવામાં આવ્યો હતો. ફાયર વિભાગના અડધો ડઝનથી વધુ વાહનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ફાયર વિભાગ ઉપરાંત ઓએનજીસીની ટીમ પણ આગને કાબૂમાં લેવાના પ્રયાસમાં જોતરાય હતી.
પ્લાન્ટમાં એલપીજી ગેસને કારણે આગ સતત વધી રહી હતી. હાલમાં, પ્લાન્ટમાં ગેસની પ્રક્રિયાઆએને બંધ કરી દેવામાં આવી છે. ગેસનો સપ્લાય પણ બંધ કરવામાં આવ્યો છે. આ આગમાં અનેક લોકો ફસાય હોવાની શંકાઓ સેવી રહી હતી.આગે ભયંકર રુપ ઘારણ કરતા આસપાસના વિસ્તારોને તાત્કાલીક ઘોરણે ખાલી કરાવવામાં આવ્યા હતા, આ આગ સવારે સાત વાગ્યે આસપાસ લાગવા પામી હતી.
ઓએનજીસીએ ટ્વીટ કરીને ઘટના વિશે માહિતી આપી છે અને કહ્યું છે કે અમે ઘટનાને લગતી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ. આગ ગેસમાં લાગી હોવાથી આગને રોકવી અમારા માટે પડકાર રુપ હોવાથી, તેને રોકવું થોડું મુશ્કેલ છે. ઓએનજીસીએ કહ્યું કે હાલમાં ઉરાનના પ્લાન્ટમાં ઓઇલ પ્રોસેસિંગ પ્રક્રિયાને અસર થઈ નથી, જ્યારે ગેસને હજીરા પ્લાન્ટ તરફ વાળવામાં આવ્યો છે. ત્યારે આ ઘટનાને લઈને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.