1. Home
  2. revoinews
  3. વૉલમાર્ટ દ્વારા અભિનંદન મામલે સ્વદેશી જાગરણ મંચે હરસિમરત કૌરને ઘેર્યા
વૉલમાર્ટ દ્વારા અભિનંદન મામલે સ્વદેશી જાગરણ મંચે હરસિમરત કૌરને ઘેર્યા

વૉલમાર્ટ દ્વારા અભિનંદન મામલે સ્વદેશી જાગરણ મંચે હરસિમરત કૌરને ઘેર્યા

0
Social Share

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આનુષંગિક સંગઠન સ્વદેશી જાગરણ મંચે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારના શપથગ્રહણ સમારંભ પહેલા એક મોટો આરોપ લગાવ્યો છે. સ્વદેશી જાગરણ મંચનું કહેવું છે કે એનડીએમાં સામેલ શિરોમણિ અકાલી દળના સાંસદ અને કાર્યવાહક પ્રધાન હરસિમરત કૌર બાદલના બહુરાષ્ટ્રીય કંપની વોલમાર્ટના સાથે ખાસ સંબંધ છે અને તેમણે વૉલમાર્ટની મદદ કરી છે.

સ્વદેશી જાગરણ મંચે કહ્યું છે કે ભટિંડાથી શિરોમણિ અકાલી દળના સાંસદ અને કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌર બાદલે ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં એફડીઆઈનો માર્ગ આસાન કરવામાં વોલમાર્ટની મદદ કરી છે. ઈન્ડિયા ટુડે ટેલિવિઝન સાથેની વાતચીતમાં સ્વદેશી જાગરણ મંચના નેતા ડૉ. અશ્વિની મહાજને કહ્યુ છે કે જ્યારે ચૂંટણીના પરિણામો આવ્યા, તો હરસિમરત બાદલને વડાપ્રધાન તરફથી નહીં, પરંતુ વોલમાર્ટના સીઈઓ તરફથી અભિનંદનનો સંદેશ આવ્યો. આનાથી ઉજાગર થાય છે કે બાદલ અને વોલમાર્ટમાં ખાસ સંબંધ છે. તેની તપાસ થવી જોઈએ.

તેમણે આરોપ લગાવ્યો છે કે બાદલ સરકારમાં સૌથી પહેલા દેશમાં પંજાબમાં વોલમાર્ટના સ્ટોર ખોલવા દીધા, જ્યારે હરસિમરત બાદલ મોદી સરકારમાં પ્રધાન બન્યા, તો તેમણે ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં એફડીઆઈની મંજૂરી આપવાની ખૂબ તરફદારી કરી હતી અને નીતિગત પરિવર્તન કરાવવામાં સક્ષમ થયા. જેના કારણે ફૂડ પ્રોડક્ટના માર્કેટિંગની પણ મંજૂરી મળી ગઈ. ડૉ. મહાજને કહ્યું છે કે સ્વદેશી જાગરણ મંચના વિરોધ છતાં મોદી સરકારે આની મંજૂરી આપી, જ્યારે અમને એમ પણ કહેવામાં આવ્યું હતું કે કોપણ બહુરાષ્ટ્રીય કંપની ફૂડ પ્રોડક્ટના માર્કેટિંગમાં રસ ધરાવતી નથી.

તેમણે આરોપ લગાવ્યો છે કે ગત મહીને જ્યારે વોલમાર્ટે રિટેલ ફૂડ સ્ટોર ખોલવા માટે લાઈસન્સની અરજી કરી, ત્યારે અમે સચેત થયા. 2014માં જ્યારે મોદી સરકાર સત્તામાં આવી, તો ભાજપે પોતાના મેનિફેસ્ટોમાં આ વાયદો કર્યો હતો કે મલ્ટી બ્રાન્ડ રિટેલ સેક્ટરમાં એફડીઆઈને મંજૂરી આપવામાં આવશે નહીં. પરંતુ હવે અમને એ ડર છે કે જો ફૂડમાં આ થયું તો આનાથી આગળ મલ્ટી બ્રાંડ માટે પણ માર્ગ ખુલી જશે. આ એક પ્રકારે બહુરાષ્ટ્રીય કંપનીઓના મલ્ટીબ્રાન્ડ રિટેલ સેક્ટરમાં પાછલા બારણે પ્રવેશ જેવું છે અને આનાથી આપણા દેશના લાખો નાના કારોબારી અને દુકાનદાર પ્રભાવિત થશે.

મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં મીડિયામાં આવેલા અહેવાલ મુજબ, વોલમાર્ટે ફ્લિપકાર્ટના માધ્યમથી ફૂડ રિટેલ સ્ટોર ખોલવા માટે લાઈસન્સની અરજી કરી છે. કંપનીએ ફ્લિપકાર્ટમાં મોટો હિસ્સો ખરીદયો છે. 2016માં મોદી સરકારે ઈ-કોમર્સ અને અન્ય માધ્યમોથી ફૂડ પ્રોડક્ટના કારોબારમાં 100 ટકા એફડીઆઈની મંજૂરી આપી હતી.

રેવન્યૂના આધારે દુનિયાની સૌથી મોટી કંપની વોલમાર્ટે ભારતીય ઈ-રિટેલ દિગ્ગજ ફ્લિકાર્ટને ગત વર્ષ 16 અબજ ડોલર એટલે કે અંદાજે 107200 કરોડમાં ખરીદી હતી. વોલમાર્ટે ફ્લિપકાર્ટની 77 ટકા હિસ્સેદારી લઈ લીધી છે. ભારતના ઈ-કોમર્સ સેક્ટરના ઈતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી ડીલ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code