- વાયુસેના દિવસ પર એરફોર્સનું પ્રદર્શન
- આકાશમાં અભિનંદને ઉડાન ભરી
- બાલાકોટ એરસ્ટ્રાઈકના જવાનોનું કરતબ
આસમાની રંગ વચ્ચે આકાશમાં હિન્દુસ્તાનની વાયુસેનાની હુંકાર,મંગળવારના રોજ 87મા વાયુસેના દિવસ પર ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર વાયુસેના દિવસનો જશ્ન મનાવવામાં આવ્યો,આ એરફોર્સની તાકાત જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતા આકાશમાં કરતબ દેખાડતું મિગ-21 વિમાન હોય, કે પછી બાલાકોટમાં બોમ્બ ફેંકનારું મિરાજ-2000 લડાકુ વિમાન,પરંતુ તેનો અવાજ એટલો દમદાર હોય છે ,કે તેની તાકાત જોઈને તમે વાયુસેનાને સલામ કરશો,અને તેના પર ગર્વ અનુભવશો.
વાયુસેનાના આ જોશથી દુશ્મનોએ સમજી જવું જોઈએ કે જો કોઈ ભુલ કરી છે, અથવા તો ભારત પર નજર પણ ઉઠાવીને જોયું તો ખેર નથી,ભારતની વાયુસેના દુશ્મનોના દરેક મનસુબાને નાકામ કરી દેશે,વાયુસેનાના દિવસે લડાકુ વિમાને પોતાની તાકાત પ્રદર્શન કરી છે.