નવેમ્બરમાં GST કલેકશન ફરી એકવાર 1 લાખ કરોડને પાર
- ભારતીય અર્થવ્યવસ્થામાં સુધારાના સંકેત
- GST કલેકશન ફરી એકવાર 1 લાખ કરોડને પાર
- સેસ દ્વારા રૂ 8,242 કરોડની આવક
મુંબઈ: ભારતીય અર્થવ્યવસ્થામાં સુધારાના સંકેત મળ્યા છે. જીએસટી કલેક્શન સતત બીજા મહિનામાં 1 લાખ કરોડને પાર કરી ગયું છે. નાણાં મંત્રાલયના આંકડા મુજબ નવેમ્બરમાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન 1,04,963 કરોડ રહ્યું છે. જયારે ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન 1.05 લાખ કરોડ રહ્યું હતું. નવેમ્બર માસમાં કુલ 82 લાખ જીએસઆરટી-3બી રીટર્ન સબમિટ કરાયું હતું.
મંત્રાલયના જણાવ્યા મુજબ, નવેમ્બર 2020માં જીએસટી રેવેન્યુ કલેક્શન 1,04,963 કરોડ રહ્યું છે. તેમાં 19,189 કરોડના સી.જી.એસ.ટી,25,540 કરોડના એસ.જી.એસ.ટી,51,992 કરોડના આઈ.જી.એસ.ટી અને 8,242 કરોડ રૂપિયાનો સેસનો સમાવેશ થાય છે.
નવેમ્બરમાં સરકારે આઈ.જી.એસ.ટીમાંથી 22,293 કરોડના સી.જી.એસ.ટી અને 16,286 કરોડની એસ.જી.એસ.ટી સેટલમેંટ કરી છે. નવેમ્બરમાં ચુકવણી થયા બાદ કેન્દ્ર સરકારના ભાગમાં કુલ સેટલમેંટની રકમ 41,482 કરોડ રૂપિયા પર આવી ગઈ છે. તો, રાજ્યનો ભાગમાં એટલે કે એસ.જી.એસ.ટી તરીકે 41,826 કરોડ પ્રાપ્ત થયા છે.
82 લાખ GSTR-3B રિટર્ન કર્યા ફાઇલ
30 નવેમ્બર 2020 સુધી ભરવામાં આવેલ GSTR-3B રીટર્નસની કુલ સંખ્યા 82 લાખ નોંધાઈ હતી. નાણાં મંત્રાલયના જણાવ્યા મુજબ ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં જીએસટી રેવેન્યુ 1.4 ટકા વધારે છે. નવેમ્બર 2019 માં જીએસટી કલેકશન 1,03,491 કરોડ રહ્યું હતું. ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન ગુડ્સની આયાતથી રેવેન્યુ 4.9 ટકા વધારે રહ્યું, જ્યારે ડોમેસ્ટિક ટ્રાન્જેકશનથી રેવેન્યુ 0.5 ટકા વધુ રહ્યું છે.
_Devanshi