સરકારી સેવાના ફાયદા ઉઠાવે છે સિધ્ધુ પાજી
પગાર લે છે પણ ઓફીસ નથી જવું સિધ્ધુ સાહેબને
કોંગ્રેસ મંત્રી નવજોત સિધ્ધુ વિરુધ ફરિયાદ
મંત્રી તરુણે રાજ્યપાલને કરી ફરિયાદ
ભાજપ રાષ્ટ્રીય મંત્રી તરુણ ચુગે પંજાબ સરકારને કોંગ્રેસ મંત્રી નવજોત સિધ્ધુ વિરુધ એક ફરિયાદી પત્ર લખ્યો છે. આ પત્રમાં તેઓ એ નવજોત સિધ્ધુ મંત્રાલયનું કામકાજ બરાબર રીતે ન સંભાળતા હોવાની ફરીયાદ કરીને તેના પર કટાક્ષ કર્યો છે.
ભાજપના રાષ્ટ્રીય મંત્રીએ પંજાબ સરકારના મંત્રી નવજોત સિધ્ધુની સામે રાજ્યપાલને ફરિયાદ કરી છે. રાજ્યપાલ વીપી સિંહને મંત્રી ચુગે લખેલા પત્રમાં કહ્યું છે કે પંજાબનું બંધારણ સંકટમાં આવી પડ્યું છે ,એક મહિનો ઉપર વીતી ગયા હોવા છતા કોંગ્રેસ સરકારના મંત્રી નવજોત સિધ્ધુ પોતાના મંત્રાલયનો કારોભાર નથી સંભાળી રહ્યા અને પાતાના કાર્યમાં કામચોરી કરી રહ્યો છે.
ભાજપના મંત્રી તરુણ ચુગે લખેલા આ પત્રમાં જણાવ્યું છે કે નવજોત સિધ્ધુ મંત્રાલયમાં હાજર રહેતા નથી પોતાના કામથી કામચોરી કરે છે ઉપરાંત સરકાર તરફથી મળતા લાભોના ગેરલાભ ઉઠાવે છે,અને જો સિધ્ધુ પોતાનું કામ કરવા નથી માંગતા તો કોઈ અન્ય વ્યક્તિને કાર્ય સોંપી દેવામાં આવે તેમાં જ સરકારની ભલાઈ છે અને સિધ્ધુ કામ નથી કરતા તો તેના સામે કાર્યવાહી થવી જ જોઈએ.
તેઓ એ વધુમાં જણાવ્યું હતું કે કાર્યલયમાં હાજર ન રહેવા છતા સિધ્ધુ પગાર લે છે જે યોગ્ય નથી ,સાથે સાથે તેઓ અન્ય સરકારી લાભો પમ ઉઠાવી રહ્યા છે પત્રમાં તેઓ કહ્યું છે કે બંધારણ પર આ એક સંકટ છે જેના તરફ હું રાજ્યપાલનું ધ્યાન ખેંચુ છુ, વધુમાં નવજોત સિધ્ધુને સરકારી ખજાનાનો બોજ ગણાવ્યા હતા. પ્રથમ વાર એવું બન્યું હશે કે સરકારનો મંત્રી સરકારના આદેશનો ખુલ્લેઆમ પાલન કરવાનું ના કહી રહ્યું હોય , આમ ભાજપના મંત્રીએ રાજ્યપાલને લખેલા પત્રમાં નવજોત સિધ્ધુને આડે હાથ લીધા હતા.