સોના-ચાંદીમાં તેજીનો માહોલ: સોનું રૂ.57000 ને પાર, ચાંદીની કિંમત પણ વધી
– ચાંદી વિક્રમી રૂ7,500 ઊછળી રૂ 72,000, સોનું રૂ57,000ને પાર
– વૈશ્વિક સોનું 2060 ડોલર સુધી ઊછળ્યું
– સ્થાનિક માર્કેટમાં પણ સોના-ચાંદીમાં તેજી
દેશના અર્થતંત્રમાં એક તરફ અનિશ્ચિતતાનો માહોલ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ સોના-ચાંદીના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે. અમેરિકન ફેડરલ રિઝર્વની પૉલિસી સાવચેતીનો અભિગમ ધરાવતી રહેવાની ધારણા વચ્ચે વૈશ્વિક સોનું ફ્યૂચરમાં 2060 ડોલર સુધી ઉછળ્યું હતું.
વૈશ્વિક માર્કેટમાં સોનાની તેજીની અસર સ્થાનિક માર્કેટમાં પણ જોવા મળી હતી. અમદાવાદમાં 99.9 ટચનું સોનું 10 ગ્રામે પ્રથમવાર રૂ.57,000ની સપાટી કુદાવી રૂપિયા 57,100 રહ્યું હતું. જ્યારે ચાંદીમાં એક જ દિવસમાં વિક્રમી રૂ.7,500નો ઉછાળો નોંધાઇને રૂપિયા 72,000 પહોંચ્યું હતું.
અમેરિકા કોરોના સામે લડવા જંગી રાહત પેકેજની ગમે ત્યારે જાહેરાત કરી શકે છે અને ફેડરલ રિઝર્વનું વર્તમાન સ્ટેન્ડ સાવચેતીનું રહેશે, જેથી વ્યાજદરોમાં કોઇ વધારો થવાની શક્યતા ના હોવાથી વૈશ્વિક ફંડોએ તોફાન મચાવ્યું છે.
સોના-ચાંદીના ભાવ પર એક નજર
વૈશ્વિક ચાંદી 9 વર્ષની ઊંચી સપાટીએ પહોંચી હતી. સ્થાનિકમાં ડોલર સામે રૂપિયો 10 પૈસા વધીને 74.94 રહેવા છતાં તેની કોઈ અસર નહોતી. મોડીં સાંજે વાયદામાં સોનું રૂ666 વધીને 55,217 અને ચાંદી રૂ2,506 વધીને રૂ72,303ની ઊંચી સપાટીએ ટ્રેડ થતાં હતા.
નવી દિલ્હી ખાતે સોનામાં રૂ1,365નો તો ચાંદીમાં રૂ5,972નો ઊછાળો નોંધાયો હતો. નવી દિલ્હીમાં ચાંદીનો ભાવ કિલોએ રૂ72,726 રહ્યો હકતો તે સોનું 10 ગ્રામે રૂ56,181 હતું
સંકેત-