સોના-ચાંદીના ભાવમાં આજે ફરી ઘટાડો, ભાવમાં આટલા રૂપિયાનો થયો ઘટાડો
- સોના-ચાંદીના ભાવમાં આજે ફરી ઘટાડો
- શેરબજારમાં તેજીને કારણે ભાવમાં થઇ શકે છે વધુ ઘટાડો
- આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં નજીવો વધારો
દિલ્લી: આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવોના ઘટાડાની સીધી અસર ભારતીય બજારો પર પડી છે. બુલિયન બજારોમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ગઈકાલના ઘટાડા પછી આજે પણ સોના-ચાંદી દબાણ હેઠળ કારોબાર કરી રહ્યા છે. 23 ડિસેમ્બર 2020 ના રોજ મલ્ટી કોમોડિટી એક્સચેંજ પર સોનું લગભગ 34 રૂપિયા ઘટવાની સાથે 50,047 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું હતું. તો ચાંદી 143 રૂપિયાના ઘટાડા સાથે 66,728 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ કરી રહી હતી.
આ દિવસોમાં શેરબજાર દરરોજ નવી ઉંચાઈઓને સ્પર્શે છે. એક્સિસ સિક્યોરિટીઝનું માનવું છે કે, આવતા સમયમાં સોના પર દબાણ રહેશે, જેના કારણે તેની કિંમતોમાં ખૂબ વધારો થવાની સંભાવના નથી.
જો આંતરરાષ્ટ્રીય બજારમાં જોવામાં આવે તો બુધવારે સોનાના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો હતો. સ્પોટ સોનું 0.2 ટકા વધીને 1863.83 ડોલર પ્રતિ ઓંસ પર પહોચ્યું હતું,જ્યારે યુએસ ગોલ્ડ ફ્યુચર 0.1 ટકા ઘટીને 1868.10 ડોલર પ્રતિ ઓંસ પર આવી ગયું હતું. વિશ્વના સૌથી મોટા ગોલ્ડ ઇટીએફ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું હોલ્ડિંગ 0.20 ટકા ઘટીને 1167.53 ટન પર પહોંચી ગયું છે. મંગળવારે તે 1169.86 ટન હતું. આ દરમિયાન ચાંદી એક ટકા વધીને 25.83 ડોલર પ્રતિ ઓંસ પર પહોંચી ગઈ છે.
-દેવાંશી
