રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલ પર તીખી ચર્ચા થઈ. આ બિલ 26 જુલાઈએ લોકસભામાં પારીત થઈ ચુક્યું છે. આ બિલમાં ટ્રિપલ તલાકને ગેરકાયદેસર ગણાવતા ત્રણ વર્ષની સજા અને દંડની જોગવાઈ છે. ગૃહમાં ટ્રિપલ તલાક બિલ પર બોલતા રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે કહ્યુ છે કે મુસ્મ પરિવારોને તોડવા આ બિલનો અસલી ઉદેશ્ય છે.
આઝાદે કહ્યુ છે કે ઘણાં ઈસ્લામિક દેશોમાં તો ગળું કાપવાનો પણ કાયદો છે, તમે ત્યાંથી તે કાયદો પણ લઈ આવશો શું? તેમણે કહ્યુ છે કે આપણો મુલ્ક કોઈ મુસ્લિમ મુલ્કનો મહોતાજ નથી અને ન તો કોઈ મુસ્લિમના કહેવાથી ચાલે છે. દેશના મુસ્લિમોને દેશ પર ગૌરવ છે અને હજાર વર્ષોથી સાથે મળીને રહે છે. ન તો આપણે મુસ્લિમ દેશોની નકલ કરીએ છીએ અને ન તો તેમની માનસિકતા રાખીએ છીએ.
રાજ્યસભામાં આઝાદે કહ્યુ છે કે અહીંના મુસ્લિમોની સરખામણી કોઈ અન્ય દેશોના મુસ્લિમો સાથે કરો નહીં, કારણ કે તેમા જે ખામીઓ છે, તે આપણા દેશના મુસ્લિમો આવવી જોઈએ નહીં. તેમણે કહ્યુ છે કે સુપ્રીમ કોર્ટે ક્રિમિનલ લૉ સંદર્ભે તો કહ્યું નથી. સરકારે શું અત્યાર સુધી અલ્પમતવાળા નિર્ણયને લાગુ કર્યો છે.
તેમણે કહ્યુ છે કે સરકાર મુસ્લિમ મહિલાઓના નામે મુસ્લિમોને નિશાન બનાવી રહી છે. ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી. હવે આ બિલ દ્વારા સરકાર ઘરના ચિરાગથી જ ઘરમાં આગ લગાવવા ચાહે છે. ઘર પણ બળી જશે અને કોઈને વાંધો પણ નહીં હોય. તેમણે કહ્યુ છે કે બે સમુદાયોની લડાઈમાં કેસ બને છે, પરંતુ વીજળીના શોર્ટ સર્કિટમાં કોઈને બળવા પર કોઈ કેસ બનતો નથી.
આઝાદે કહ્યુ છે કે તમે અમારા વાંધાઓને દૂર કર્યા નથી. થોડી-ઘણી સર્જરી જરૂર કરી છે. તેમણે કહ્યુ છે કે ઈસ્લામમાં લગ્ન સિવિલ કરાર છે. તેને તમે ક્રિમિનલ સ્વરૂપ આપી રહ્યા છો. વોરંટ વગર પોલીસને જેલમાં નાખવામાં અધિકાર આપી રહ્યા છો. તેની સાથે ત્રણ વર્ષની સજા, ભથ્થાં અને બાળકો-પત્નીનો ખ્યાલ રાખવાની જોગવાઈ પણ તમે બિલમાં નાખી છે. જો કોઈ પતિને સજા થાય છે, તો શું મહિલાઓને સરકાર તરફથી નાણાં મળશે. પરંતુ સરકાર આના માટે રાજી નથી. તમે એક પૈસો નહીં આપો. પરંતુ તમે પતિને જેલમાં નાખવા માટે તૈયાર છો.
રાજ્યસભામાં વિપક્ષના નેતાએ ક્હ્યુ છે કે લિંચિંગ માટે પણ કાયદો બનાવવા માટે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું. પરંતુ શું તમે બનાવ્યો. કોર્ટનો નિર્ણય જ્યારે તમને ઠીક લાગે છે, તો જ તમે કાયદો લાવો છો. આઝાદે કહ્યુ છે કે શું સુપ્રીમ કોર્ટના કહેવા પર જ્યારે ટ્રિપલ તલાક સમાપ્ત થઈ ગયું, તો તમે કઈ વાતની સજા આપી રહ્યા છો. ટ્રિપલ તલકા કહેવા પર કંઈક થયું જ નથી, તો સજા કઈ વાતની છે?