1. Home
  2. revoinews
  3. ચિદમ્બરમ બ્લેકમનીના પિતા, મિત્ર અને ફિલોસોફર: રામ જેઠમલાણી
ચિદમ્બરમ બ્લેકમનીના પિતા, મિત્ર અને ફિલોસોફર: રામ જેઠમલાણી

ચિદમ્બરમ બ્લેકમનીના પિતા, મિત્ર અને ફિલોસોફર: રામ જેઠમલાણી

0
Social Share

ધ સન્ડે ગાર્ડિયન અખબારમાં પ્રતિષ્ઠિત વકીલ અને જાણીતા નેતા રામ જેઠમલાણીનો એક આર્ટિકલ પ્રકાશિત થયો છે. આ આર્ટિકલમાં ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમને બ્લેકમનીના ફ્રેન્ડ, ફાધર અને ફિલોસફર ગણાવવામાં આવ્યા છે. આ આર્ટિકલનું શીર્ષક છે- Friend, father & philosopher of black money is Chidambaram. આ આર્ટિકલ ગુરુવારે પી. ચિદમ્બરમને આઈએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઈના પાંચ દિવસના રિમાન્ડની કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી તેના પહેલા ધ સન્ડે ગાર્ડિયનમાં પ્રકાશિત થયો છે.

રામ જેઠમલાણીએ પોતાના આર્ટિકલના પ્રારંભે ભૂતપૂર્વ નાણાં પ્રધાન પર વેધક કટાક્ષ કરતા લખ્યું છે કે પાલાનિએપ્પન ચિદમ્બરમ, કે જેમને સંક્ષિપ્તમાં હું ચિદમ્બરમ તરીકે સંબોધિત કરીશ, કે જેમને કાળા અને ધોળા તરીકે સારી રીતે જોઈ શકાય છે. અને મહેરબાની કરીને મને ખોટી રીતે સમજશો નહીં અને મને રંગભેદીનો આરોપી બનાવશો નહીં. હું બાહ્ર ત્વચા અથવા દેખાવના સંદર્ભે નહીં, પણ નાણાં આર્થિક રંગની વાત કરી રહ્યો છું. રામ જેઠમલાણીએ પોતાના આર્ટિકલમાં ચિદમ્બરમ પર પ્રહાર કરતા લખ્યું છે કે તેમના ભારતીય ઈકોનોમીમાં મહાન યોગદાનોમાં નાણાંને કાળામાંથી ધોળા કરવા માટે તેમની તેજસ્વી અગ્રેસર પહેલો રહેલી છે. અને આ જુસ્સો તેમણે ક્યારેય છોડયો નથી.

આર્ટિકલમાં કહેવામાં આવ્યું છે કે આપણામાંથી ઘણાં 1997ની વોલ્યુન્ટરી ડિસ્ક્લોઝર ઓફ ઈન્કમટેક્સ સ્કીમને ભૂલી ગયા છે. તેને ચિદમ્બરમે યુનાઈટેડ ફ્રન્ટની સરકારમાં નાણાં પ્રધાન તરીકે જાહેર કરી હતી. તેમાં જાતમુલવણી અને ઈન્કમ તથા મિલ્કતની ઘોષણા દ્વારા ઈન્કમટેક્સ ડિફોલ્ટર્સને ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ, 1973, ઈન્કમટેક્સ એક્ટ, 1961, વેલ્થ ટેક્સ એક્ટ, 1957 અને કંપનીઝ એક્ટ 1956 હેઠળ કામ ચલાવવા સામે અખૂટ સંરક્ષણ પુરું પાડયું હતું. આ યોજનાને તેજસ્વી ઢબે બનાવવામાં આવી હતી. ભૂતકાળની તમામ આવી સ્કીમોમાં ઘોષિત મિલ્કતોની મુલવણી પ્રવર્તમાન કિંમતોના આધારે થતી હતી, પરંતુ વીડીઆઈએસ-1997માં ઘોષિત મિલ્કતોની કિંમત 1 એપ્રિલ-1987ના આધારે મુલવવાની હતી. આવી મુલવણીની વ્યવસ્થા ગોલ્ડ-સિલ્વરના સંગ્રહખોરો અને જંગી મિલ્કતો ધરાવતા લોકોને અપવાદરૂપ ભેંટ જેવી હતી. આના સિવાય ખરીદીના પુરાવાનો આગ્રહ કરવામાં આવ્યો ન હતો. તેના કારણે આવી ઘોષણા કરનારને તેમના નાણાંકીય ફાયદા માટે કોઈપણ તારીખની પસંદ કરવાની અને આમ દેશને વધુ લૂંટવાની પણ સંપૂર્ણ સ્વતંત્રતા હતી. જેને કારણે સોનું 1987 બાદ ખરીદવામાં આવ્યું હોય, તો પણ તેની ખરીદી 1987 બાદની દર્શાવી શકાતી હતી અને આ ખેલમાં દરેક સ્ટેકહોલ્ડરને પોતાનું નુકસાન ઘટાડવા માટે અનુકૂળ સ્થિતિ હતી. કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા એટલે કે કેગે પોતાના અહેવામાં આ સ્કીમને દુરુપયોગવાળી અને ખરા ટેક્સપેયર્સની છેતરપિંડી છે. પરંતુ મામલો ભૂલાઈ ગયો અને પલાનિપ્પિયન ચિદમ્બરમની કારકિર્દી યુપીએના કાર્યકાળમાં વધુ ઊંચાઈ પર પહોંચી.

રામ જેઠમલાણીએ ધ સન્ડે ગાર્ડિયનના આર્ટિકલમાં જણાવ્યું છે કે તે તેમના (ચિદમ્બરમના) નિર્દોષ દિવસો હતા. જ્યારે તેમણે વીડીઆઈએસના બનાવ્યા બાદના યુગ બાદ તેઓ કેટલી લાંબી સફર કરી ચુક્યા છે, સંપૂર્ણપણે પારદર્શી કે ઉણપો અને દુખોમાંથી રાહત આપીને તેમણે લૂંટારાઓના ચહેરા પર રાહતની લાલી આણિ દીધી હતી. ત્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થા પણ આજની સરખામણીએ થોડી સરળ હતી અને તેમની શ્રેષ્ઠ સિદ્ધિ તેમના ફેરગ્રોથમાં તેમના રોકાણમાં ફસાઈ ગઈ હતી, જે 1992ના સિક્યુરિટીઝ સ્કેમમાં સંડોવાયેલું હતું. ચિદમ્બરમને કંપનીમાં આવા પ્રકારથી પારદર્શક રોકાણ માટે રાજીનામું આપવું પડયું, તેના ગોટાળામાં મોટા ડિવિડન્ડ્સની ચુકવણી કરવામાં આવી હતી. દુર્ભાગ્યે તેઓ ત્યારે નાણાં પ્રધાન ન હતા અને તેમની પાસે તેને શાંત કરવાની મશીનરી પણ ન હતી. તેઓ દૂરથી માર્કેટની નિયંત્રિત કરી શકતા હતા. ત્યારે તેમની પાસે હાલની જેમ ભૂતપૂર્વ નાણાં પ્રધાન અને તેના પછીની જેવી ક્ષમતા ન હતી.

રામ જેઠમલાણીએ આર્ટિકલમાં જણાવ્યુ છે કે યુપીએ સરકારમાં નાણાં પ્રધાન તરીકે તેમનો સૌથી સારો સમયગાળો હતો.
તે શેરબજારો, મૂડી બજાર, બેંકો, નાણાંકીય સાધનો, જેવા કે સિક્યુરિટીઝ, પાર્ટિસિપેટરી નોટ્સ, ટેક્સ ટ્રેટીસ, સ્પેક્ટ્રમ વેચાણની વાત નહીં કરવી અને આપણા દેશને લૂંટવા માટે કાળાધનના જાદૂની પોતાની અસાધારણ નવીન શક્તિઓનો ઉપયોગ કરી શકતા હતા. તેમણે પોતાના અંગ્રેજી લહેજા (જે તેમને ત્યારે અને અત્યારે નીચે લઈ ગયો), ક્યારેક મુક્ત અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટની નિરંતર છાયા સાથે મીડિયાને આત્મસાત કર્યું છે.

આર્ટિકલમાં લખવામાં આવ્યું છે કે ચિદમ્બરમ પોતાના લોહીમાંથી બ્લેકમની કાઢી શકે તેમ નથી. ડૉ. સુબ્રમણ્યમ સ્વામીએ સ્પષ્ટપણે પોતાની વેબસાઈટમાં જણાવ્યુ છે કે હવે મારા કેન્દ્ર સરકારમાં સામાન્ય રીતે વિશ્વસનીય સૂત્રો દ્વારા મારી પાસે વધુ જાણકારી આવી છે કે મંત્રાલયમાં નાણાં પ્રધાન શ્રી પ્રણવ મુખર્જી અને તેમના નિકટવર્તી સહાયકનું ટેપિંગ, શ્રીમતી સોનિયા ગાંધીના જમાઈ શ્રી રોબર્ટ વાડ્રા અને પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિકને સક્ષમ બનાવ્યા, મુંબઈ શેરબજારમાં હેરફેર અને ધાંધલી કરવા માટે એકત્રિત કરવામાં આવેલા ડેટાના ઉપયોગ કરવામાં આવ્યો હતો. પહેલા આ ડેટા તત્કાલિન નાણાં પ્રધાન શ્રી ચિદમ્બરમ પાસે સીધા ઉપલબ્ધ હતા. હું માગણી કરું છું કે પીએમ સેબીને શ્રી વાડ્રા અને શ્રી કાર્તિક સામે ઈનસાઈડર ટ્રેડિંગ ઈન્વેસ્ટિગેશન અને ખટલો શરૂ કરવાનો નિર્દેશ આપે. રામ જેઠમલાણીએ ધ સન્ડે ગાર્ડિયનના આર્ટિકલમાં કહ્યુ છે કે જો ડૉ. સુબ્રમણ્યમ સ્વામી દ્વારા કરવામાં આવેલી રજૂઆત ખોટી હોય, તો ચિદમ્બરમ તેમની સામે કેસ કેમ કરતા નથી?

આર્ટિકલમાં જણાવવામાં આવ્યું છે કે 2જી ગોટાળાના કાળા વાદળો અને એ. રાજા દ્વારા વારંવાર આપવામાં આવેલા પુરાવા અને તેમની મૌન સંડોવણી તથા અન્ય ચૂક અને કમિશનના કાર્યોના માસિક ધર્મની ચિદમ્બરમ પર સમાપ્તિ થાય છે. તેઓ પોતાની શાંતિ ગુમાવી રહ્યા છે, અને તેનાથી પણ મહત્વપૂર્ણ વાત એ છે કે પોતાની સ્વદેશી જડોના સાવધાનીપૂર્વકના અંગ્રેજી લહેજાને પણ ગુમાવી રહ્યા છે. અને તેમના સાથીદાર દિગ્વિજયસિંહની જેમ તેમનું મન પણ તૂટતું દેખાઈ રહ્યું છે અને તેમણે અસ્પષ્ટ બોલવાનું શરૂ કર્યું છે. ઉદાહરણ તરીકે આને જોવો, ભાજપની 2જી કૌંભાડમાં સંડોવણી બદલ તેમના રાજીનામાની માગણી સંદર્ભે ચિદમ્બરમે દાવો કર્યો હતો કે ભાજપ તેમને ત્યારથી નિશાન બનાવી રહ્યું છે કે જ્યારથી તેમણે હિંદુ ટેરર મામલે એનઆઈએ તપાસ શરૂ કરી હતી. શું કોઈ તાર્કિક વ્યક્તિ આ બંને વચ્ચે કોઈ સંબંધ તારવી શકે છે?

રામ જેઠમલાણીએ આર્ટિકલમાં ચિદમ્બરમ પર વાત કરતા જણાવ્યુ છે કે તાજેતરના મુંબઈ વિસ્ફોટો સંદર્ભે પણ તેમની ટીપ્પણીઓ જોવો. ગૃહ પ્રધાન તરીકે, તેમણે પરિસ્થિતિ સંભાળવા અને નેતૃત્વ પ્રદાન કરવાના સ્થાને તેમણે તેમણે માત્ર એક બુદ્ધિપૂર્વક વિચારીને કહેવાનું કામ કર્યું હતું કે ઈન્ટેલિજન્સ નહીં હોવી ઈન્ટેલિજન્સ ફેલ્યોર નથી. કોલેજની ડિબેટિંગ સોસાયટી પણ આના કરતા સારો તર્ક રજૂ કરી શકે. આ એવું છે કે તેમા કહેવામાં આવે કે બીમારી આરોગ્યની નિષ્ફળતા નથી અથવા નપુંસકતા પુરુષત્વની નિષ્ફળતા નથી.

રામ જેઠમલાણીએ ચિદમ્બરમ પર આર્ટિકલમાં વધુ ચાબખાબાજી કરતા જણાવ્યુ છે કે ચિદમ્બરમની વિશેષ નાણાંકીય કળા વિવિધ ચૂંટણીલક્ષી રાજકારણમાં પણ જોવા મળી. તેમને ગત લોકસભા ચૂંટણીમાં પરાજીત ઘોષિત થવાનું બહુમાન પ્રાપ્ત થયેલું છે, કે જેમા તેમણે વિશેષ કૌશલ અને સ્થાનિક મશીનરી, ખાસ કરીને એક ડેટા એન્ટ્રી ઓપરેટર તથા રિકાઉન્ટમાં પાતળી જીત પ્રાપ્ત કરી હતી. તે છેતરપિંડીનો રેકોર્ડ છે. અને શું કોઈ ભૂલી શકે છે તેમના અને તેમના તમિલ મનિલા મિત્રોનો કારણે કે કેવી રીતે ભારતીય બેંકને સાફ કરવામાં આવી અને માત્ર એનપીએ સાથે છોડવામાં આવી?

રામ જેઠમલાણીએ પોતાના આર્ટિકલમાં ચિદમ્બરમના ગૃહ પ્રધાન તરીકેના રેકોર્ડની પણ ઝાટકણી કાઢી છે. આર્ટિકલમાં લખવામાં આવ્યું છે કે ગૃહ પ્રધાન તરીકે ચિદમ્બરમનો રેકોર્ડ વિનાશકારી રહ્યો છે. તેમણે આંતરીક સુરક્ષા પર કોઈ અસર પેદા કરી ન હતી, તેમના કાર્યકાળમાં અર્ધલશ્કરી દળોને મોટી ખુવારીનો સામનો કરવો પડયો હતો. તો આતંકવાદ પણ પુરી સરળતાથી થતો કારણ કે તેમા અસરકારક નિવારક અને દંડાત્મક વ્યવસ્થાની ન હતી. આ રેકોર્ડમાં છે અને સાર્વજનિક પણ છે કે ગૃહ પ્રધાને પાકિસ્તાનમાં છૂપાયેલા ભારતના મોસ્ટ વોન્ડેડ ટેરરિસ્ટોની યાદીમાં ખોટા નામ આપ્યા હતા. આમાના કેટલાક ભારતમાં રહેતા હતા અથવા તે કસ્ટડીમાં હતા. શું આ તેમની સક્ષમ કાર્યદક્ષતા અને પ્રતિબદ્ધતાનું એક વસિયતનામું છે?

આર્ટિકલમાં ચિદમ્બરમના સંદર્ભે વાત કરતા કહેવામાં આવ્યું છે કે આપણને દુનિયાની સામે કઈ વસ્તુઓ હાસ્યાસ્પદ બનાવ્યા. તે એવું હતુ કે ભારત નિશ્ચિતપણે આતંકવાદનો સામનો કરી શકશે નહીં, અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી એક્ટ-2002, યુકેના પ્રિવેન્શન ઓફ ટેરરીઝમ એક્ટ-2005 અને આવો અન્ય યુરોપીયન સરકારો જેવો કાયદો બનાવી શકશે નહીં. અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટની જેમ ભારત અશરકારક નેશનલ એજન્સી માટે કૃતસંકલ્પ નથી. નબળી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી મુંબઈ હુમલા સંદર્ભે સંપૂર્ણપણે નિષ્ફળ દેખાઈ હતી. સમજી શકાય તેમ છે, કારણ કે તેને માત્ર કથિત હિંદુ ટેરરની તપાસ કરવાનો નિર્દેશ હતો, કે જે ચિદમ્બરમ જેવા નિરાશ અને નિષ્ફળ કોંગ્રેસીઓ માટે છેલ્લો આશ્રય હતો.

The CCTNS, JIC, ARC, NTRO (હાલ અન્ય કૌંભાડ), અને NCTC ગૃહ મંત્રાલય દ્વારા પણ ખરાબ, વિખેરાયેલા અને અસંયમિત બનેલા રહ્યા. યુપીએ સરકાર દ્વારા આતંકવાદને પ્રભાવી ઢબે સામનો નહીં કરવાના આવા અસમાન સંકલ્પને કારણે હું માત્ર મારા દેશ માટે શોક માનવી શકું છું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code