ભાવનગરના ભૂતપૂર્વ મેયર અને કોંગ્રેસના મહિલા કોર્પોરેટર પારૂલબહેન ત્રિવેદીને મહિલા પોલીસે માર માર્યો છે. મહિલા કોર્પોરેટરને ઈજા થતા હોસ્પિટલમાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તંત્ર દ્વારા જેલ રોડ પર જગ્યા ખાલી કરાવવામાં આવતા કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શનમાં મહિલા કોર્પોરેટર પણ જોડાયા હતા.
તે દરમ્યાન મહિલા પોલીસકર્મી સાથે મહિલા કોર્પોરેટર પારૂલબહેન ત્રિવેદીની બોલાચાલી થઇ હતી. તેને કારણે મહિલા પોલીસે કોર્પોરેટરને પોલીસે લાફા ઝીંકી દીધા હતા. આ દરમિયાન તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પારૂલબેન ત્રિવેદીને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તમને જણાવી દઇએ કે હાલમાં કાન, નાક અને ગળાના વિભાગમાં ઓપીડીમાં તેઓ સારવાર હેઠળ છે. તેઓ ભાવનગરમાં જ રહે છે અને તેઓ જે તે સમયે મેયર હતા ત્યારે તેઓ ભાજપમાં હતા.
જેલ રોડ પર તંત્રએ દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ઘર્ષણ થતાં કોંગ્રેસના કોર્પોરેટર પારૂલબેન ત્રિવેદીને પોલીસે માર માર્યો હતો.