1. Home
  2. revoinews
  3. કરણ જોહરની પાર્ટીમાં “ઉડતા બૉલિવૂડ”, કંગના રણૌતની બહેને સાધ્યું નિશાન
કરણ જોહરની પાર્ટીમાં “ઉડતા બૉલિવૂડ”, કંગના રણૌતની બહેને સાધ્યું નિશાન

કરણ જોહરની પાર્ટીમાં “ઉડતા બૉલિવૂડ”, કંગના રણૌતની બહેને સાધ્યું નિશાન

0
Social Share

બૉલિવૂડ જગતમાં અવાર નવાર કઈકને કઈક ગોસીપ સામે આવતી રહેતી હોઈ છે ત્યારે ફરી એક વાર રંગોલી ચંદેલે બોલિવૂડ સ્ટાર કરણ જોહર પર શાબ્દીક વાર કર્યો છે,  વાત જાણે એમ છે કે કરણ જોહરે 3 દિવસ પહેલા પોતાના ઘરે એક પાર્ટી રાખી હતી જેનો વિડિયો કરણે પોતાના ઈંસ્ટાગ્રામ પર શૅર કર્યો હતો, આ વિડિયો પર મંજીન્દર એસ સિરસાએ શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું કે, ઉડતા બાલિવૂડ,કલ્પના બેનામ હકીકત, ત્યારે રંગોલી ચંદેલે આ ટ્વિટ પર વધુ એક ટવિટ કરીને તેનો જવાબ આપ્યો હતો.

રંગોલી ચંદેલે મંજીન્દરના ટ્વિટ પર પ્યાસા મૂવીના એક સોંગની લાઈન ટવિટ કરી હતી,”યે દૂનિયા અગર મીલભી જાયે તો ક્યા હે ” ની ચાર લાઈન ટ્વિટ કરી છે, હર એક જીસ્મ ઘાયલ ,હર એક રુહ પ્યાસી ,નિગાહો મે ઉલઝન ,દિલોમે ઉદાસી યે દુનિયા હે યા આલમે-બદહવાસી. યે દૂનિયા અગર મીલભી જાયે તો ક્યા હે.

https://twitter.com/Rangoli_A/status/1156220482607149056

સિરોમણી અકાલી દળના નેતા મંજીન્દર સિરસાએ આ વિડિયોની ટીકા કરી હતી અને તેના પર કટાક્ષ વ્યક્ત કર્યો હતો. સિરસાએ બૉલિવૂડની હસ્તીઓના નશા કરવાની બાબતને ખરાબ ગણાવી હતી અને વધુમાં લખ્યું હતું કે “ હું આ સ્ટાર્સના નશા કરવા પર અને તેને પ્રોત્સાહન આપવાના વિરુધ છું”

 ત્યારે આ વાતને લઈને સિરસા અને કોંગ્રેસ નેતા મિલિંદ દેવરાના વચ્ચે શાબ્દીક વોર ચાલ્યું હતું ,સિરસાના આ ટ્વિટ પર કોંગ્રેસ નેતા મિલિંદ દેવરાએ સફાઈ અપાતા જણાવ્યું હતું કે “તે સાંજે મારી પત્ની પણ આ પાર્ટીમાં હાજર હતી પણ તે  વિડિયોમાં નથી, ત્યા કોઈ પણ નશા કરેલી હાલતમાં ન હતું , માટે જૂઠ ફેલાવવાનું અને લોકોને બદનામ કરવાનું બંધ કરો અને મને આશા છે કે તમે કોઈ પણ કારણ વગર માફી માંગવાનું સાહસ કરશો ”

આમ કરણ જોહરની પાર્ટીના વિડિયોને લઈને ટ્વિટર પર વિવાદ ચાલ્યો હતો સિરસાએ બૉલિવૂડ હસ્તી પર આકરા પ્રહાર કરતા કોંગ્રેસના નેતો મિલિંદ દેવરાએ તેને આડે હાથ લીધા હતા અને  બન્નેં વચ્ચે ટ્વિટર વૉર ચાલ્યું હતું.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code