- હવે દુશ્મનોના ઉડશે હોશ
- ઈન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપની તેનાતી
- ભારત-પાકિસ્તાન બોર્ડર પર તેનાતી

જમ્મુ-કાશ્મીર પર ભારત સરકારના નિર્ણય બાદથી પાકિસ્તાનની સાથે તણાવનું વાતાવરણ છે. ભારતીય સેના પાકિસ્તાન બોર્ડર પર ઈન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપની તેનાતી કરવા સંપૂર્ણપણે તૈયાર છે. આ વર્ષના આખર સુધીમાં ભારતીય સેના 3323 કિલોમીટર લાંબી ભારત-પાકિસ્તાન સીમા પર તણાવની વચ્ચે પોતાના પહેલા ઈન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપને તેનાત કરવા માટે તૈયાર છે. ભારતીય સેનાએ પોતાની પશ્ચિમી અને પૂર્વી સીમાઓની સુરક્ષા માટે 11થી 13 ઈન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપ બનાવીને તેની તેનાતીની યોજના બનાવી છે. આ જાણકારી સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે આપી છે.
સંરક્ષણ મંત્રાલયે 11મી વાહિનીના પુનર્ગઠન કરવાની મંજૂરી આપી દીધી છે. આ 11મી વાહિની હિમાચલ પ્રદેશના યોલમાં આવેલી છે. તેના દ્વારા બેટલ ગ્રુપ બનાવવામાં આવે અને તેને પશ્ચિમી સીમા પર તેનાત કરી શકાય. જણાવવામાં આવે છે કે 2009માં બનાવવામાં આવેલી XI કોર્પ્સ્સ સેનાની સૌથી યુવા વાહિનીમાંથી એક છે અને તે ચંડીમંદિર, હરિયાણા ખાતે પશ્ચિમી સેના કમાન્ડનો હિસ્સો છે.
પાકિસ્તાનની નાપાક હરકતોને નિષ્ફળ બનાવવા માટે જ ઈન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપ્સ બનાવવામાં આવ્યું છે. આ સેનાનું સૌથી મોટું પુનર્ગઠન છે અને જનરલ રાવત તેના મુખ્ય પ્રસ્તાવક છે. આઈબીજીનું લક્ષ્ય સેનાના વિભિન્ન પ્રભાગોના એક નવા સમૂહમાં સામેલ કરવાનું છે. તેમા તોપ, ટેન્ક, વાયુ સંરક્ષણ અને શસ્ત્રસરંજામ સામેલ હશે. તેને જંગ માટે સંપૂર્ણપણે તૈયાર યુનિટ બનાવવામાં આવે તેવી શક્યતા છે.
આ સેનાના જૂની લડાઈની પદ્ધતિઓથી કંઈક અલગ હશે. યુદ્ધ જેવી પરિસ્થિતિમાં દુશ્મનોનો સામનો કરવા માટે ઈન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપ ઘણું અસરકારક હશે. દરેક ઈન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપ્સમાં ઓછામાં ઓછી ત્રણ બ્રિગેડ સામેલ હશે. આઈબીજી સરેરાશ નાનું હશે અને લડાઈ માટે આવશ્યક તમામ હથિયાર અને સૈનિકોથી સજ્જ હશે. તેની પાસે વાયુ શક્તિ, તોપખાના વગેરે હશે. જ્યાં તેની તેનાતી કરવામાં આવશે, તે આઈબીજીની દરેક બ્રિગેડની પાસે છથી આઠ બટાલિયનો હશે.
અધિકારીએ કહ્યુ છે કે આઈબીજી સરેરાશ 20 હજારથી 25 હજાર જવાનોને સામેલ કરશે. જ્યારે દરેક આઈબીજી એખ સ્વનિહિત ફાઈટિંગ યુનિટ હશે. જો કે તે અન્ય યુનિટને સમર્થનમાં લઈ શકે છે. આઈબીજી નાના અને વધુ લચિલા હશે, જેથી ત્વરિત એક્શન થઈ શકે. દરેક આઈબીજીના કમાન્ડ પ્રમુખ લેફ્ટિનેન્ટ જનરલ રેન્કના એક અધિકારીને સોંપવામાં આવશે.
