નવી દિલ્હી: ઉત્તરપ્રદેશની હાઈપ્રોફાઈલ રામપુર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર જયાપ્રદાને લઈને કથિતપણે કરવામાં આવેલી અમર્યાદીત ટીપ્પણી કરવાના મામલામાં સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન વિરુદ્ધ કેસ નોંધાવવામાં આવ્ય છે. ભાજપે આઈપીસીની કલમ-509 હેઠળ મહિલાઓને લઈને અપમાનજનક ટીપ્પણી અને કલમ-125 હેઠળ પોલીસમાં એફઆઈઆર દાખલ કરાવી છે.
રામપુર બેઠક પરથી સપા-બસપા ગઠબંધનના ઉમેદવાર આઝામખાને શાહબાદ તાલુકામાં જાહેરસભા દરમિયાન અશ્લીલ ટીપ્પણી કરી હતી. આઝમખાને કહ્યુ હતુ કે જેને આપણે આંગળી પકડીને રામપુર લાવ્યા, તમે દશ વર્ષ જેની પાસે પ્રતિનિધિત્વ કરાવ્યું, તેની અસલિયત સમજવામાં તમને 17 વર્ષ લાગ્યા, હું 17 દિવસમાં ઓળખી ગયો કે તેમનું અંડરવિયર ખાખી રંગનું છે.
આઝમખાને તેની સાથે જ કહ્યુ હતુ કે હું જાહેરસભામાં રહેલા તમામ લોકોને સવાલ કરું છું કે શું રાજનીતિ આટલી નીચે ઉતરી ગઈ છે કે દશ વર્ષ જેણે રામપુરવાળાનું લોહી પીધું, જેને આપણે આંગળી પકડીને રામપુરમાં લાવ્યા. જેનો આપણે પુરો ખ્યાલ રાખ્યો. તેણે આપણા પર શું-શું આરોપો લગાવ્યા નથી.
આઝમખાને પોતના ભાષણમાં જયાપ્રદાનું નામ તો લીધું ન હતું. પરંતુ તેમની વાતને ભાજપના ઉમેદવારની વિરુદ્ધ નિશાનની જેમ જ જોવામાં આવ્યું હતું. આઝમખાનના આ નિવેદનને ગંભીરતાથી લેતા રાષ્ટ્રીય મહિલા પંચે પણ તેમને નોટિસ મોકલવાનો નિર્ણય કર્યો છે.
તો આઝમખાને પોતાના નિવેદન પર સ્પષ્ટીકરણ આપતા કહ્યુ છે કે હું દિલ્હીના એક વ્યક્તિનો ઉલ્લેખ કરી રહ્યો હતો, જે અસ્વસ્થ છે. જેણે કહ્યુ હતું, હું 150 રાઈફલો લઈને આવ્યો હતો અને જો મને આઝમખાન દેખાયા હતો, તો મે તેમને ગોળી મારી દીધી હોત. તેના સંદર્ભે વાત કરતા મે કહ્યુ લોકોને જાણવામાં ઘણો સમય લાગ્યો અને બાદમાં ખબર પડી કે તેણે આરએસએસનું હાફ પેન્ટ પહેરેલું હતું.
આઝમખાને કહ્યુ હતુ કે મે મારા નિવેદનમાં કોઈનું નામ લીધું નથી. મને ખબર છે કે મારે શું કહેવું જોઈએ. જો કોઈ સાબિત કરી શકે છે કે મે કોઈનું નામ ક્યાંય પણ લીધુ છે અને કોઈનું અપમાન કર્યું છે, તો હું ચૂંટણી લડીશ નહીં.