- નાણામંત્રી સીતારમણ આત્મ નિર્ભર 3.0 નું એલાન કર્યુ
- રાહત પેકેજની કરી ઘોષણા
- રોજગદારીની તકો ઉત્પન્ન થશે
- અનેક કર્મચારીઓને સરકારી યોજનાના લાભો મળશે
દિલ્હી- કોરોના સંકટ અને લોકડાઉનના કારણે દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે મોદી સરકારે ગુરુવારના રોજ એક રાહત પેકેજની ઘોષણા કરી છે, નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રેસકોન્ફોરન્લસમાં કહ્યું કે, હાલમાં રજુ થયેલા આંકડો પ્રમાણ દેશની અર્થવ્યવસ્થામાં સુઘારો થયેલો જોવા મળી રહ્યો છે, આ સાથે જ તેમણે આત્મ નિર્ભર ભારત 3.0નું એલાન કર્યું હતું, આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાની શરુઆત કરવામાં આવી હતી જેમાં દેશમાં નવી રોજગારની તકોનું સર્જન થઈ શકે.
રોજગારને પ્રોત્સાહન આપવા માટે આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાની ઘોષણા કરવામાં આવી છે, જેનાથી સંગઠીત ક્ષેત્રમાં રોજગારને શક્તિ મળશે, રજિસ્ટર્ડ ઇપીએફઓ સ્થાપનામાં જોડાતા કર્મચારીઓને તેનો લાભ મળશે. જેઓ અગાઉ ઇપીએફઓ સાથે સંકળાયેલા ન હતા અથવા જેમણે 1 માર્ચથી 30 સપ્ટેમ્બર સુધીમાં નોકરી ગુમાવી છે, તેમને પણ આ યોજનાનો લાભ મળશે. આ યોજના 1 ઓક્ટોબર, 2020 થી અમલમાં મૂકવામાં આવશે અને 30 જૂન, 2021 સુધી ચાલુ રહેશે.
આત્મનિર્ભર ભારત યોજનાના લાભો
આ યોજનાનો હતુ વધુમાં વધુ કર્મીઓ ઈપીએફઓ સાથે સંકળાય અને પીએફનો લાભ મેળવે, જે કર્મચારીઓ અગાઉ પીએફ માટે નોંધાયેલા ન હતા અને જેનો પગાર 15 હજારથી ઓછો છે, તેમને આ યોજનાનો લાભ મળશે.
- જેમની પાસે ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધી નોકરી નહોતી પરંતુ પાછળથી પીએફમાં જોડાયા છે તેઓને પણ આ યોજનાનો લાભ મળશે
- . આ યોજના 30 જૂન 2021 સુધી અમલમાં રહેશે.
- સરકાર નવા ભરતી કર્મચારીઓના પીએફનો સંપૂર્ણ 24 ટકા બે વર્ષ માટે એક હજાર કર્મચારીઓવાળી સંસ્થાઓને સબસિડી તરીકે આપશે.
- આ 1 ઓક્ટોબરથી અમલમાં આવશે.
- એક હજારથી વધુ કર્મચારીઓવાળી સંસ્થામાં નવા કર્મચારીઓના 12 ટકા પીએફ યોગદાન પર સરકાર 2 વર્ષ માટે સબસિડી આપશે.
ક્રેડિટ લાઈન ગેરેન્ટી સ્કીનની સમય મર્યાદા વધારવામાં આવી
મોદી સરકારે ઇમર્જન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ (ઇસીએલજીએસ) ની મુદત પણ લંબાવી છે. હવે આ યોજનાનો લાભ 31 માર્ચ 2021 સુધી મળશે. તેમણે કહ્યું હતું કે આત્મનિર્ભર ભારત હેઠળ ઇસીએલજી યોજના અંતર્ગત 61 લાખ લોકોએ લાભ લીધો છે.
26 મુશ્કેલીમાં મુકાયેલા ક્ષેત્રોની ઓળખ કરવામાં આવી
નાણાંમંત્રી એ કહ્યું કે કામત સમિતિની ભલામણને આધારે 26 મુશ્કેલીમાં મુકાયેલા ક્ષેત્રોની ઓળખ કરવામાં આવી છે.જેમાં આરોગ્ય ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે. આ ક્ષેત્રો માટે ઇસીએલજીએસ યોજના 2.0 શરુ કરવામાં આવી રહી છે. એમએસએમઇ ક્ષેત્રને પણ લાભ મળશે. જેમાં લોન લેતી કંપનીઓને એક વર્ષ માટે 50 કરોડથી 500 કરોડ રૂપિયાનું મોરેટોરિયમ આપવામાં આવશે. આ યોજના 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે.
અનેક ક્ષેત્રમાં ફાયદો થતા અર્થવ્યવસ્થા પાટા પર આવી રહી છે
નાણાં મંત્રીએ કહ્યું કે રેલ્વેમાં નૂર ટ્રાફિકમાં 20 ટકાનો વધારો થયો છે. બેંક લોન વિતરણમાં 5 ટકાનો વધારો થયો છે.ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં અર્થતંત્રમાં સુધારો થશે. એફપીઆઈનું રોકાણ સાફ પણે સકારાત્મક રહ્યું છે. જીએસટી કલેક્શનમાં 10 ટકાનો વધારો થયો છે. વિદેશી વિનિમય ભંડાર પણ 560 અરબ ડોલરના રેકોર્ડ પર પહોંચી ગયો છે.
સાહીન-