ભારતીય પરંપરા: લાલ બ્રીફકેસમાં નહીં, નિર્મલા સીતારમણ મખમલી લાલ કપડામાં લપેટીને લાવ્યા બજેટ
બારત દેશમાં બજેટ રજૂ કરતાં પહેલાં કે પછી અન્ય કામ કરવા જતા પહેલા અત્યાર સુધી દરેક મંત્રીઓ પોતાના હાથમાં લાલ રંગની બ્રીફકેસ લઇને સંસદ ભવનમાં પ્રવેશતા હતા.આ વખતે પણ દેશની અડધી સદી પછીના પહેલા મહિલા નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજુ કરતા પહેલા સંસદમાં પ્રવેશ કર્યો હતો પણ આ પ્રવેશ અત્યાર સુધીનો અલગ પ્રવેશ હતો. જી હા સામાન્ય રીતે અત્યાર સુધી જેટલાપણ નાણામંત્રી રહી ચુક્યા છે તેઓ પોતાના હાથમાં અંગ્રેજ વખતના સમયની બ્રીફકેસ લઈને બજેટ રજુ કરવા સંસદમાં એન્ટર થતા હતા જે પ્રથા આજે વર્ષોથી ચાલી આવતી હતી પરંતું હવે આ અંગ્રેજના ચોચલાને નિર્મલા બહેને હટાવી નાખી છે અને ભારતીય સંસકૃતીને અનુસરતા નાણાં મંત્રીના હાથમાં લાલ રંગની બ્રીફકેસની જગ્યાએ લાલ રંગના વેલવેટનું પેકેટ જોવા મળ્યું હતું દેશના નવા બનેલા નાણા મંત્રી મહિલાએ અત્યાર સુધી ચાલી આવતી પરંપરાને સંપૂર્ણપણે બદલી નાંખી છે. આ પ્રથમ વખત બન્યું હશે કે હાથમાં બ્રીફકેસની જગ્યાએ લાલ રંગના અશોક સ્તંભના ચિહ્નવાળું એક પેકેટ હોય. પ્રથમ વખત બન્યું કે જ્યારે બ્રીફકેસની જગ્યાએ બજેટને એક લાલ કપડામાં રાખવામાં આવ્યું છે.
અત્યાર સુધી આપણે દરેક મંત્રીઓના હાથમા અલગ અલગ પ્રકારની બ્રીફકેસને જોઈ હશે આજ દિન સુધી ક્યારેય એવું નથી બન્યું કે કાઈ પણ મંત્રી બ્રીફકેસ વગર સંસદમાં હાજર રહ્યા હોય કારણ કે દરેક ડોક્યુમેન્ટસ અને અગત્યના કાગળો બ્રીફકેસમાં હોય છે પરંતું હવે બ્રીફકેસની જગ્યા લાલરંગના મખમલના કાપડે લઈ લીધી છે .
આ વાતથી દરેકને આશ્ચર્ય થતા જ્યારે આ બ્રીફકેસના ઓપ્શનનું કારણ પુછવામાં આવતા આર્થિક સલાહકાર સુબ્રમણ્યમે ખુબ જ સરસ જવાબ આપ્યો હતો. તેમણે તેમના જવાબમાં ભારતીય પરંપરાને તાજી કરાવી હતી અને આદીકાળથી ભારતમાં જે રીત ચાલી આવી છે તેને અનુસરવા કહી ને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થવા જણાવ્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે આ એક અંગ્રેજોની ગુલામીના વિચારોમાંથી આઝાદ થવાની પરંપરા ચાલું કરી છે . બ્રીફકેસ વાળી પ્રથા અંગ્રેજોના સમયથી ચાલી આવતી પ્રથા છે. જેને હવે આપણે ત્યજવાની જરુર છે. આપણે ભલે અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયા છે પરંતુ પજુ પણ અંગ્રેજોની રૂઢીથી લાઈફ સ્ટાઈલ જીવતા છે તો આપણે દરેકે હવે ભારતીય સંસકુતિને અનુસરવાની જરુર અને એક નવી પહેલ કરવાની જરુર છે
વધુમાં આ વિશે વાત કરીયે તો સંવિધાનમાં ‘બજેટ’ શબ્દનો ઉપયોગ કરવામાં આવતો જ નથી.બજેટને આપણી સાદી અને સરળ ભાષામાં વાર્ષિક નાણાંકીય વિવરણ કહેવામાં આવે છે. ‘બજેટ’ શબ્દ પણ આ બેગ સાથે જોડાયેલો છે. ધણા વર્ષોથી આ બ્રીફકેસ બેગના આકાર લગભગ એક સરખા જેવા જ રહ્યા.જો કે તેનો રંગ કેટલીય વખત બદલાયો છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે 1991મા પરિવર્તનકારી બજેટ રજૂ કર્યું ત્યારે તેઓ કાળી બેગ લઇને પહોંચ્યા હતા. જવાહરલાલ નહેરૂ, યશવંત સિન્હા પણ કાળી બેગ લઇને બજેટ રજૂ કરવા પહોંચ્યા હતા, જ્યારે પ્રણવ મુખર્જી લાલ બ્રીફકેસની સાથે પહોંચ્યા હતા. ત્યારે અરૂણ જેટલીના હાથમાં બ્રાઉન અને રેડ બ્રીફકેસ દેખાતી હતી. આ વર્ષે વચગાળાના બજેટમાં કાર્યવાહક નાણાંમંત્રી પિયૂષ ગોયેલ લાલ બ્રીફકેસની સાથે ગૃહમાં પહોંચ્યા હતા.આમ કહી શકાય કે અતિયાર સુધી દરેક મંત્રીઓ બ્રીફકેસ સાથે જ જોવા મળ્યા હતા. પરંતુ આ વર્ષોથી ચાલી આવતી અંગ્રેજી પરંપરા નાણામંત્રી નિર્મલા બહેને તાડીને ક નવી પરંપરા ચાલુ કરી છે.