- આ વેબ સીરીઝ હંસલ મહેતા કરશે ડાયરેકટ
- હંસલ મહેતા ટ્વીટ કરીને આપી આ વિષેની માહિતી
- આ વેબ સિરીઝને જવાબદારી સાથે બનાવીશું – હંસલ મહેતા
આજ કાલ ઓનલાઈન વેબ સિરિઝનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે વાતથી તો સૌ કોઈ જાણકાર છે. કોઈ પણ સ્ટોરીને લઈને ધડાધડ વેબ સિરિઝ ઓનલાઈન પ્લેટફોર્મ પર આવી રહી છે અને હવે એજ જોવાનું બાકી હતું કે પોલીસ જવાનના હત્યારા વિકાસ દૂબે પર વેબ સિરિઝ બનશે. આ વાતે સ્પષ્ટ રીતે કહી શકાય કે ફિલ્મ બનાવવી તે કોઈ ખોટી વાત નથી પણ કેટલાક લોકો એવા પણ છે જે ફિલ્મ પણ આવવા માટે ખોટા પગલા પણ ભરી શકે તેમ છે.
કાલ ઉઠીને વિકાસ દૂબેની જેમ પોતાની પણ ફિલ્મ બને તે માટે અન્ય અસામાજીક તત્વો પણ વિકાસ દૂબના માર્ગ પર જઈ શકે છે. અલીગઢ, ઓમટો અને નેશનલ એવોર્ડ વિજેતા શાહિદ જેવી ફિલ્મોના નિર્માતા હંસલ મહેતા ગેંગસ્ટર વિકાસ દુબેના જીવન પરની વેબ સિરીઝને ડાયરેકટ કરશે. તેમણે ટ્વીટ કરી આ વાતની પુષ્ટિ કરી છે કે 10 મી જુલાઈના રોજ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા વિકાસ દુબે પર એક વેબ સિરીઝ બનાવશે.. આ પ્રોજેક્ટની વિગતો શેર કરનાર એક પત્રકારના ટ્વીટને ટાંકીને મહેતાએ લખ્યું કે, ‘ડેવલોપમેન્ટ શરૂ થાય છે. ટૂંક સમયમાં @ShaaileshRSingh તમને આભાર … ‘
ટ્વિટ મુજબ વેબ સિરીઝ એક ધારદાર પોલિટિકલ થ્રિલર હશે. જે રાજનીતિ, ગુના અને કાયદાનો ઘડનારાઓ વિશે હશે. વેબ સિરીઝનું નિર્માણ શૈલેશ આર સિંહના કર્મા મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ દ્વારા પોલારોઈડ મીડિયાના સહયોગથી કરવામાં આવશે. દુબે ત્રણ જૂલાઈએ કાનપુરની નજીક બિકરૂ ગામમાં 8 પોલિસકર્મીઓની હત્યાનો મુખ્ય આરોપી હતો. પોલીસ ટીમ હત્યાના પ્રયાસ મામલામાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
હંસલ મહેતાએ એક નિવેદનમાં કહ્યું છે કે આ વેબ સિરીઝને જવાબદારી સાથે બનાવીશું. આ આપણા કાલ અને આપણી સિસ્ટમનું પ્રતિબિંબ છે. જ્યાં રાજનીતિ, ગુના અને કાયદો ઘડવાવાળા એક ક્યૂરિયસ નેક્સસ બનાવે છે. હું આ વેબ સિરીઝને જવાબદારી અને શાનદાર રીતે બનાવીશ. મારે આમાં એક ધારદાર રાજનૈતિક થ્રિલર ઉભરતું દેખાઈ રહ્યું છે. આ કહાનીને વેબ સિરીઝ દ્વારા જણાવવું ખુબ જ આકર્ષક હશે. આ વેબ સિરીઝ આવતા વર્ષે રિલીઝ કરવામાં આવશે.
_Devanshi