ફિલ્મ રિવ્યૂઃ- સલમાન ખાનની ફિલ્મ રાધે રિલીઝ, એક્શન, ડ્રામા અને કોમેડીનું અદભૂત કોમ્બિનેશન
મુંબઈઃ- બોલિવૂડ સુપર સ્ટાર સલમાન ખાનની મોસ્ટ એવોઈટેડ ફિલ્મ રાધે- ‘યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ફાઈનલી આજે ઓટીટી પર રિલીઝ થઈ ચૂકી છે, આ સાતે જ દર્શકો અને સલમાનના ચાહકોના ઈન્તઝારનો અંત આવ્યો છે, ફિલ્મમાં સલમાન ખાનની સાથે રણદીપ હુડા કે જેણે રાણાનો રોલ પ્લે કર્યો છે, તેની આસપાસ ફિલ્મની કહાનિ ફરતી જોવા મળી છે. જેમાં સલમાન ખાનનો સસ્પેન્ડ પોલીસનો રોલ મહત્વનો છે,શહેરમાં ડ્રગ્સના ચલણને લઈને તેને ખાતમો કરવાનું કામ સલમાન ઉપાડે છે. અને ફિલમની સ્ટોરી શરુ થાય છે.જેમાં રાણા ડ્રગ્સ સપ્લાયરનો કિંગ બતાવ્યો છે.
સલમાન ખાનની વર્ષ 2009માં આવેલી ફિલ્મ વોન્ટેડ કે જે પ્રભુ દેવાએ જ ડિરેક્ટ કરી હતી, જે તામિલ ફિલ્મ પોકારીની રિમીક હતી ત્યારે આ રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભઆઈ ફિલ્મ પણ તેની જ રિમીક છે,સમગ્ર ફઇલ્મની કહાનિ નુંબઈ શહેર પર વર્ણવાઈ છે, સલમાન એક્શન અવતારમાં જોવા મળ્યા છે, જે એન્કાઉન્ટર માટે જાણીતા પોલીસ અધિકારી છે.
ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે,છેલ્લા 10 વર્ષમાં સલમાને 97 જેટલા એન્કાઉન્ટર કર્યા છે, તેને 32 વખત ટ્રાન્સફર ઓર્ડર પણ મળી ચૂક્યા છે, હવે મુંબઇ ડ્રગ માફિયાની પકડમાં છે, ત્યારે પોલીસ રાધે શહેરને સાફ કરવા માટે એન્ટ્રી કરે છે, તે પણ તેના ખાસ અંદાજમાં.
આખું મુંબઈ શહેર ડ્રગ માફિયાના અંડરમાં હોય છે,સલમાન ખાન અટલે કે રાધે મજબૂર લોકોની મદદ કરે છે અને બદમાશોને સબક શીખવતો જોવા મળે છે, સાથે સાથે તે ફ્લર્ટ કરતો તેના અંદાજમાં નજરે પડે છે, તે પોતાના બોસ જેકી શ્રોફની બહેન દિશા પટની સાથે પ્યારમાં પડે છે.
‘રાધે’ બોલીવુડની એક ટિપિકલ ફિલ્મ છે, જેમાં એક્શન, ડ્રામા, કોમેડી જોવા મળે છે, એક પંચ સાથે કેટલાક સંવાદો જોાયેલા છે.જો કે ફિલ્મની લડત માત્ર એક જ વસ્તુ સાથે છે, જેમ કે ડ્રગ્ગ માફિયાનો સફાયો .એટલે ફિલ્મની સ્ટોરી કંઈ ખાસ નવી જોવા મળી નથી, સમગ્ર ફિલ્મ શહેરને ડ્રગ્સ મૂક્ત કરવાના અભિયાનમા પસાર ખતી જાવા મળે છે,દિગ્દર્શક પ્રભુ દેવાએ ફિલ્મ દ્વારા દર્શકોને સેવા આપવા માટે પોતાની મહેનત કરી છે. જોકે, આ ફિલ્મ ઘણી જગ્યાએ પાટા પરથી ઉતરી હોય તેવું પણ લાગી રહ્યું છે.