1. Home
  2. સ્વરા ભાસ્કર સાથે સેલ્ફી લેવાના બહાને ફેને શૂટ કર્યો વીડિયો, બોલ્યો- ‘મેડમ…આયેગા તો મોદી હી’

સ્વરા ભાસ્કર સાથે સેલ્ફી લેવાના બહાને ફેને શૂટ કર્યો વીડિયો, બોલ્યો- ‘મેડમ…આયેગા તો મોદી હી’

0
Social Share

બોલિવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર હાલ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. સ્વરા ગત દિવસોમાં બિહારના બેગુસરાયમાં કન્હૈયા કુમાર અને પછી દિલ્હીમાં આમ આદમી પાર્ટીના પ્રચાર અભિયાનમાં જોવા મળી. સ્વરા રાજકીય પ્રચાર દરમિયાન પોતાના વિચારોને ખૂલીને રજૂ કરે છે. જોકે આ દરમિયાન સ્વરાને એરપોર્ટ પર એક એવો પેન મળ્યો જેને જોઈને સ્વરા પોતે પણ આશ્ચર્ય પામી ગઈ.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં એરપોર્ટ પર સ્વરા ભાસ્કરને એક ફેન મળવા આવ્યો. તેણે સ્વરાને સેલ્ફી લેવાની રિકવેસ્ટ કરી. સ્વરાએ સામે જોતા જ તેણે પોતાના કેમેરાથી વીડિયો શેર કરી દીધો અને સ્વરાને કહ્યું, ‘મેડમ…આયેગા તો મોદી હી.’

આ વીડિયો સ્વરા ભાસ્કરે પોતે જ સોશિયલ મીડિયા પર શેક કર્યો છે. સ્વરાએ શેર કરીને લખ્યું, હું લોકોની રાજકીય વિચારધારાને આધારે ભેદભાવ નથી કરતી. પરંતુ, તેણે ચોરીથી વીડિયો શૂટ કરી લીધો. સ્વરા ભાસ્કરે લખ્યું કે ઘટિયા અને ચાલાકીપૂર્ણ હરકતો કરવી એ ભક્તોનો ટ્રેડમાર્ક છે. એટલે મને આશ્ચર્ય નથી. પરંતુ, ભક્તોનું જીવન સાર્થક કરાવીને મને ખુશી મળે છે.

ઉલ્લેખનીય છે કે કન્હૈયાકુમાર પછી સ્વરા દક્ષિણ દિલ્હીથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાઘવ ચડ્ડા માટે પ્રચાર કરશે. તેણે આ વાતની જાણકારી ટ્વિટર અકાઉન્ટ પર આપી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code