અન્નસંકટનો સામનો કરતા પાકિસ્તાનની મુશ્કેલી વધી, રાંધણગેસની અછત સર્જાઈ
દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાન હાલ અન્નસંકટનો સામનો કરી રહ્યું છે. બીજી તરફ સરકારની કામગીરી સામે પ્રજામાં રોષ ફેલાયો છે. દરમિયાન પાકિસ્તાન જાન્યુઆરી મહિનામાં ભીષણ ગેસ સંકટ આવે તેવી શકયતાઓ છે. પાકિસ્તાનમાં ગેસની સપ્લાઇ કરનારી કંપની 500 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યૂબિક ફુટ પ્રતિદિન ગેસની કમીનો સામનો કરશે.
પાકિસ્તાની અખબાર અનુસાર, પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે સમયસર ગેસ ન ખરીદ્યો જેથી દેશની જનતાઓ ભોગવવાનો વારો આવ્યો છે. તા.4થી 20 જાન્યુઆરી સુધી ગેસની અછતનો જનતાનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. પાકિસ્તાની અધિકારીઓના જણાવ્યા અનુસાર ખાતર ઉદ્યોગ માટે પહેલા જ ગેસની સપ્લાઇ રોકી દેવામાં આવી હતી.
આ સંકટમાં તે સમયે વધુ ગાઢ બન્યું જ્યારે નાઇઝીરિયાથી ગેસ લઈને આવી રહેલ ટેન્કર ચાર દિવસ મોડુ થઈ ગયું હતું. આ વચ્ચે ગેસની સપ્લાઇમાં વિક્ષેપ પડતા પંજાબ અને અન્ય રાજ્યોમાં લોકોએ ધીમા ગેસે ભોજન પકાવવા પર મજબૂર થવું પડ્યું છે. સરકાર હવે ઉદ્યોગોનો ગેસ રોકીને લોકોને ગેસ પહોંચાડી રહી છે.
