ભારતીય સેના હવે સામાન્ય લોકો માટે પણ સિયાચીન બેઝ ખોલવા માટે વિચાર કરી રહી છે,સેનાના પ્રમુખ બિપિન રાવતે તેમની મુલાકાત વખતે આ વિશે વિચાર કર્યો છે,આ ઉપરાંત સિયાચીન વિસ્તાર કઠીન વિસ્તારોમાંનો એક વિસ્તાર છે,આહિયાનું વાતાવરણ એટલી હદે ખરાબ હોય છે કે,વિતેલા દશ દશકમાં અહિ સેંકડો જવાનોના મોત થઈ ચૂક્યા છે,ત્યારે ભારતીય સેના સામાન્ય નાગરીકો માટે પણ હવે સિયાચીન બેઝ ખોલવાનો વિચાર કરી રહી છે.
સિયાચીને એક એવો વિસ્તાર છે કે જ્યા સામાન્ય માણસનું ટકવું ખુબ જ મુશ્કેલ છે,સિયાચીનને વિશ્વનું સૌથી ઊંચુ યુદ્ધ ક્ષેત્ર માનવામાં આવે છે,અહિયા તૈનાત કરવામાં આવેલ સૈનિકોએ 13 હજારથી 22 હજાર ફૂટની ઊંચાઈ પર રહેવું પડતુ હોય છે.અહિનું તાપમાન માઈનસ 60 ડિગ્રી સુધી પહોંચી જાય છે,જેમાં ખાવા પીવાની ચીજ વસ્તુઓ પણ પત્થર બની જતી હોય છે,ઠંડી સિવાયના સામાન્ય દિવસોમાં પણ અહિયાનું તાપમાન 20 ડિગ્રી રહેતું હોય છે.
સિયાચીનની સૌથી મોટી સમસ્યા છે કે,ઓક્સિજનો અભાવ,જવાનો માટે અહી શ્વાસ લેવો પણ મુશ્કેલ છે,તેઓ પોતાની સાથે ઓક્સિજનના સિલિન્ડર લઈને જતા હોય છે.તાજેતરમાં જ સિયાચીનના જવાનોનો એક વીડિયો સામે આવ્યો હતો,જેમાં તે લોકો ખાવા પીવાની ચીજ વસ્તુંઓ પર હથોડો મારતા નજરે પડ્યા હતા,વીડિયોમાં સેનાના જવાન જામી ગયેલા બટાકા,ટામેટા,ઈંડા બતાવી રહ્યા હતા જેમાં જ્યુસનું પેકેટ પણ જામી ચૂક્યું હતું.
ઉલ્લેખનીય છે કે,લડાખ જમ્મુ કાશ્મીરથી અલગ થઈને કેન્દ્ર શાસિત પ્રદેશ ઘોષિત થઈ ચુક્યું છે.સિયાચીન પણ હવે લડાખ કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર આવી ચુક્યું છે.સામાન્ય લોકો જો સિયાચીનના બેઝ સુધી જાય તો તેઓ જોઈ શકેશે કે સેનાના જવાનોને કેટલી કઠીનાઈનો સામનો કરવો પડતો હોય છે. અને દેશના લોકોની રક્ષા કરવી પડતી હોય છે,સિયાચીન ગ્લેશિયર પર બરફનું તોફાન આવવું સામાન્ય વાત છે,આ બરફીલું તોફાન અઠવાડિયા સુધી ચાલે છે,થોડી જ ક્ષણોમાં હવાની રફ્તાર તેજ થઈ જાય છે.