જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળોએ કર્યા 2 આતંકીઓ ઠાર, અનંતનાગમાં એન્કાઉન્ટર ચાલુ
જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. પુલવામા જિલ્લાના અવંતીપોરામાં બંને તરફથી ગોળીબાર થઈ રહ્યો છે. જોકે, સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર માર્યા છે. આ ઉપરાંત, અનંતનાગમાં પણ એન્કાઉન્ટર ચાલુ છે.
અવંતીપોરાના પંજગામ ગામમાં આજે સવારે આતંકવાદીઓની 130 બટાલિયન સીઆરપીએફ, 55 આરઆર અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) વચ્ચે અથડામણ થઈ હતી. ત્યારે સુરક્ષાદળોએ 2 આતંકીઓને પણ ઠાર કર્યા હતા, જેમાંથી એકનું નામ શૌકત અહમદ જણાવવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરના કેટલાક હિસ્સાઓમાં એકવાર ફરી આતંકી હુમલાનું એલર્ટ ચાલુ છે. નવા ઇન્ટેલિજન્સ ઇનપુટ પ્રમાણે આતંકીઓ સતત ઘાટીમાં ડર ફેલાવવા પોતાના મનસૂબાઓને સફળ બનાવવામાં લાગ્યા છે. આ જ ખતરાને જોતા આખી ઘાટીમાં સુરક્ષા એજન્સીઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરમાં ગત કેટલાક દિવસોમાં આતંકીઓ સાથે અથડામણની સંખ્યા વધી છે, એવામાં ખતરો ફક્ત સરહદ પાર વાળા આતંકીઓ તરફથી નહીં પરંતુ ઘાટીમાં હાજર આતંકીઓથી પણ છે. ગુરૂવારે જ પુલવામામાં એક ભયાનક અથડામણ થઈ હતી જેમાં 3 આતંકીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.