- લીમડામાં અનેક ઔષધિય ગુણોનો ભંડાર
- લીમડાના પાન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
- યકૃત અને હૃદયને રાખે છે સ્વસ્થ
લીમડો ખુબ જ ગુણકારી હોય છે. ઘણા દર્દોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. લીમડાના પાન ભલે કડવા લાગે પણ તેના ફાયદા અમૃત સમાન જેટલા મીઠા છે. લીમડાના પાન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તે શરીરમાં બળતરા ઘટાડવામાં મદદ કરે છે. યકૃત અને હૃદયને સ્વસ્થ રાખે છે અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે. લીમડો એક એવું વૃક્ષ છે જેની છાલ, પાંદડા અને લાકડા વગેરે આયુર્વેદિક દૃષ્ટિકોણથી ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ખાસ કરીને લીમડાના પાનમાં ઓષધીય ગુણ હોય છે. દરરોજ સવારે ઉઠીને 5-6 લીમડાના પાન ખાલી પેટ ખાવું તમારા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. આ તમને ઘણી ગંભીર બીમારીઓથી બચાવી શકે છે. તો ચાલો જાણીએ તેના ફાયદા.
લીમડાના પાનના ફાયદા
કેન્સરથી બચાવ
કેન્સર એ આ સમયે દુનિયાની સૌથી મોટી બીમારીમાની એક છે. જેના કારણે દર વર્ષે કરોડો લોકો મૃત્યુ પામે છે. લીમડાના પાનમાં વિશેષ એન્ટીઓકિસડન્ટ હોય છે, જે શરીરમાં કેન્સર સેલ્સને વધતા અટકાવે છે. એટલા માટે દરરોજ સવારે લીમડાના 4-5 પાન ચાવવાથી તમે કેન્સર જેવી ગંભીર અને જીવલેણ બીમારીથી બચી શકો છો.
રોગપ્રતિકારક શક્તિમાં વધારો
રોગપ્રતિકારક શક્તિ વધારવા તમારે ખૂબ મોંધી દવાઓ અથવા સપ્લીમેન્ટસ લેવાની જરૂર નથી. જો તમે દરરોજ સવારે ઉઠીને તાજા લીમડાના પાન ખાશો, તો તમારી રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ મજબૂત બનશે અને સારી પ્રતિક્રિયા આપશે.
ડાયાબિટીઝમાં બચાવ
સવારે ખાલી પેટ લીમડાના પાન ચાવવાથી તમારા શરીરમાં બ્લડ સુગર લેવલ નિયંત્રણમાં રહે છે અને તમે સ્વસ્થ રહેશો. એટલા માટે જો તમે પહેલાથી જ ડાયાબિટીઝનો શિકાર છો, તો તમારું સુગર નિયંત્રણમાં રાખવા માટે લીમડાના પાન તમને મદદ કરે છે અને જો તમને ડાયાબિટીઝ નથી તો ભવિષ્યમાં તે થવાની શક્યતા ઓછી છે. ડાયાબિટીઝના દર્દીઓ લીમડાના પાનનો રસ પીઓ.
ચહેરાનું તેજ વધારો
લોહીમાં રહેલ અશુદ્ધિઓ તમારા ચહેરાને નિસ્તેજ અને ખરાબ દેખાવાનું કારણ છે. જ્યારે તમારા શરીરમાંથી ઝેર ઓછું થવા લાગે છે, ત્યારે ચહેરાનું ગ્લો વધવા લાગે છે. આ રીતે લીમડાના પાન પણ તમારા કુદરતી સૌંદર્ય ટોનિક જેવું છે. ચહેરા પર ડાઘા, ફોલ્લીઓ અને ખીલ અથવા કોઈ પણ પ્રકારની ત્વચા રોગ, સ્કીન ઇન્ફેકશન વગેરે લીમડાના પાંદડાને પીસીને લગાવવાથી તમારી સમસ્યાઓ ઠીક થાય છે.
_Devanshi