Site icon Revoi.in

વેડમી (પુરણપોરી) બનાવાની ઈઝી રીત – ઘંઉના લોટની અને ખૂબજ ઓછી સામગ્રીમાં થશે રેડી

Social Share

સાહીન મુલતાની-

સામગ્રી

વેડમીનો લોટ બાંઘવાની રીત – સૌ પ્રથમ ઘંઉના લોટમાં 2 ચમચી તેલ, પાણી અને સ્વાદ પ્રામણે મીઠૂં એડ કરીને રોટલીની કણંકની જેમ લોટ બાંઘીને તૈયાર કરી લો.

વેડમી બનાવવાની રીત– તુવેરની દાળને બે ત્રણ પાણી વડે બરાબર ઘોઈ લો, ત્યાર બાદ એક કુકરમાં તુવેરની દાળ લો. હવે આ કુકરમાં દાળ ડૂબે તટલું જ પાણી એડ કરીને 4 સીટી વગાડી લો, ધ્યાન રાખવું કે દાળ તદ્દન કોરી બફાવી જોઈએ પાણીનો ભાગ જરાપણ દાળમાં ન રહેવો જોઈએ, હવે દાળ બફાઈ ગયા બાદ તેને ગેસ પરથી ઊતારી લો.

હવે એક કઢાઈમાં 4 ચમચી જેટલું ઘી ગરમ કરો, ઘી ગરમ થાય એટલે તેમાં બાફેલી દાળ એડ કરીને બરાબર ચમચા વડે મિક્સ કરો. હવે આ મિશ્રણમાં ખાંડ એડ કરીને બરાબર ચમચા વડે તેને ફેરવતા રહો જ્યા સુધી દાળનું પાણી અને ખાંડ બરાબર મિક્સ ન થઈ જાય ત્યા સુધી ગેસ પર ઘીમી આંચે આ મિશ્રણને ફેરવતા રહો, જ્યારે દાળ એકદમ કોરી થઈ જાય અને ખાંડ પણ દાળમાં બરાબર ભળી જાય એટલે ગેસ બંધ કરીલો , હવે આ મિશ્રણમાં એલચીનો પાવડર અને તજનો પાવડર એડ કરીને બરાબર મિક્સ કરી લો, પુરણપોરી એટલે કે વેડમીનો માવો તૈયાર છે.

વેડમી ભરવાની રીત- હવે ઘંઉના લોટની એક જાડી રોટલી વણીને તેની અંદર દાળનો માવો  કચોરી જેમ ભરીલો, ત્યાર બાદ હળવા હાથથી વેડમીને વણીને મોટી કરી લો, આ રીતે બધા જ દાળના માવાની વેડમી તૈયાર કરી લો , હવે એક ગેસ પર તવી ગરમ થવા દો, ત્યાર બાદ તવીમાં તેલ નાખીને આ વેડમી ર ઘીમા ગેસ પર લાલ થાય તે રીતે તળીલો, તૈયાર છે ગરમાં ગરમ વેડમી ,આ વેડમી ગરમ હોય ત્યારે તેમાં બરાબર ઘી લગાવી લો, હવે આ વેડમીને તમે સામાન્ય રીતે  ખાટ્ટી કઢી સાથે ખાઈ શકો છો, નાસ્તા માટે આ વેડમી બનાવવી એકદમ સરળ છે,ઓછી મહેનતમાં તમે બનાવી શકો છો.તો આજે જ તમારા કિચનમાં ટ્રાય કરો.