દિલ્હી પોલીસ કર્મચારીઓ માટે ડ્રેસકોડ અમલમાં , જીન્સ ટી-શર્ટ પહેરવા પર થશે કાર્યવાહી
દિલ્હીના ડીસીપી અનંત મિત્તલે આજરોજ પોલીસ કર્મચારીઓ માટે નવો ડ્રેસકોર્ડ અમલમાં લાવ્યા છે, આ ડ્રેસકોડમાં મહિલાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ડ્રેસકોર્ડની બાબતને લઈને ડીસીપી અનંતે એક નોટીસ પણ જાહેર કરી છે ,જેમાં લખવામાં આવ્યું છે કે જ્યાકે કોઈપણ ઓફિસર વર્ધી વગર સાદી વર્ધીમાં અન્ય કામપર હોય ત્યારે માત્ર ફોર્મલ કપડા પહેરવાના રહેશે.
Delhi Additional DCP (Central district) Anant Mittal: Male staff can wear trousers&shirts while female staff can wear sarees, salwar suit, trousers/shirts etc. The supervisory officers will ensure proper check of the directions. Non-compliance will be viewed seriously. https://t.co/7CG4bVIZs4
— ANI (@ANI) July 20, 2019
આ જાહેર કરાયેલ નોટીસમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સાદી વર્ધીમાં હોય ત્યારે જીન્સ,ટી-શર્ટ ,સ્પોટ શૂઝ,ટોપ અને લો-વેસ્ટ ટાઉઝર પહેરેલી હાલતમાં કોઈ પણ નજરે ચડશે તો નજરઅંદાજ કરવામાં નહી આવે ,અનંત મિત્તલે કહ્યું કે પિરૂષ કર્મચારીઓ પેન્ટ અને કુર્તો પહેરી શકે છે જ્યારે મહિલા કર્મચારીઓ સાડી ,સલવાર સૂટ ,પેન્ટ કુર્તો વગેરે પહેરી શકે છે.
આ
ઉપરાંત આ નોટીસમાં આદેશ આપવામાં આવ્યો છે
કે દરેક પોલીસ કર્મચારીઓના કપડા ઉપર એક ઓફિસર નજર રાખશે અને આ દરમિયાન જો કોઈ પમ
પોલીસ કર્મચારીએ આ આદેશનું પાલન ન કર્યું હશે તો તેની ગંભીરતા પૂર્વક નોંધ લેવામાં
આવશે.
