કેજરીવાલે આપી દિલ્લીવાસીઓનો રાહત, ડીઝલના ભાવમાં કર્યો ફેરફાર
- કેજરીવાલ સરકારે દિલ્લીવાસીઓને આપી મોટી રાહત
- દિલ્હી સરકારે ઘટાડ્યા ડીઝલના ભાવ
- દિલ્હીમાં ડીઝલના ભાવમાં 8.36 રૂપિયાનો ઘટાડો
- સસ્તુ થઈ ગયું છે ડીઝલ
નવી દિલ્લી: કોરોનાવાયરસ જેવા સમયમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં આપણને બધાને નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે પણ હવે આખરે 3 મહિના પછી દિલ્હીમાં ડીઝલના ભાવમાં ઘટાડો થઈ ગયો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે એક મોટી જાહેરાત કરી છે જેમાં રાજધાનીમાં કોરોના વાયરસ સંકટ વચ્ચે ડીઝલની કિંમતમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હીમાં ડીઝલ પર ફકત 16 ટકા વેટ લાગૂ કરવામાં આવશે. કેજરીવાલ સરકારની આ રાહત સાથે હવે દિલ્હીમાં ડીઝલના ભાવમાં રૂ .8.36નો ઘટાડો જોવા મળશે.
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, દિલ્હીમાં 82 રૂપિયા પ્રતિ લિટરના હિસાબે ડીઝલ વેચાઇ રહ્યું છે અને વેટ 30 ટકા લેવામાં આવતો હતો પરંતુ નવા નિયમ મુજબ હવે વેટ ટેક્સને ઘટાડીને 16 ટકા નક્કી કરવામાં આવ્યો છે. આ સાથે ડીઝલના ભાવમાં હવે 8 રૂપિયા ઘટાડો થશે, હવે ડીઝલ 73.64 રૂપિયાનું મળશે.
ગુરુવારે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી કે કેબિનેટે રાજ્યની અર્થવ્યવસ્થાને વેગ આપવા આ નિર્ણય લીધો છે. દિલ્હીમાં હવે લોકો કામ પર પાછા ફરી રહ્યા છે, માહોલમાં સુધારો થઈ રહ્યો છે અને કોરોના કેસ પણ ઓછા થઈ રહ્યા છે.
કોરોના વાયરસના સંકટ અને લોકડાઉન વચ્ચે દેશમાં કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો થયો હતો. આ વચ્ચે ડીઝલ દિલ્હીમાં પહેલીવાર 80 રૂપિયાનો આંકડો પાર કરી ગયો હતો, જેના પર ઘણો વિવાદ થયો હતો. જોકે, કેન્દ્ર તરફથી કહેવામાં આવ્યું હતું કે દિલ્હીમાં વેટ ખૂબ વધારે છે, તેથી કિંમતો વધી રહી છે. હવે આ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે, જે દિલ્હીના લોકોને રાહત આપી શકે છે.
_Devanshi