નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કથિત નિવેદન આપવાના મામલામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર કોર્ટે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. હવે દિલ્હીની રાઉજ એવન્યૂ કોર્ટ આગામી સુનાવણીમાં નિર્ણય કરશે કે રાહુલ ગાંધી પર દેશદ્રોહનો મામલો નોંધવો જોઈએ કે નહીં.
મહત્વપૂર્ણ છે કે ગત સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે આ મામલામાં એટીઆર રજૂ કર્યો હતો. તેમાં પોલીસ તર્ક આપ્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કથિત નિવેદન આપવાના મામલામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ દેશદ્રોહ અથવા કોઈ ફોજદારી કેસ બનતો નથી. કોર્ટે દેશદ્રોહની ફરિયાદ પર 26 એપ્રિલે દિલ્હી પોલીસનો એક્શન ટેકન રિપોર્ટ પણ તલબ કર્યો હતો.
રાઉજ એવેન્યૂ કોર્ટે એસીએમએમ સમર વિશાલ સમક્ષ સંસદ માર્ગ પોલીસ સ્ટેશને રિપોર્ટ રજૂ કરીને કહ્યુ હતુ કે રાહુલ ગાંધી વિરુદ્ધ કોઈ અપરાધિક મામલો બનતો નથી. તેમના નિવેદન વિરુદ્ધ વડાપ્રધાન મોદી જ બદનક્ષીની ફરિયાદ દાખલ કરી શકે છે.
આ મામલામાં અરજદાર જોગેન્દ્ર તુલીએ કહ્યુ હતુ કે પોલીસનો રિપોર્ટ યોગ્ય નથી અને તે આના સંદર્ભે પોતાની દલીલો રજૂ કરવા ચાહે છે. કોર્ટે તેમની દલીલોની સુનાવણી કરવા માટે 22 મેની તારીખ નક્કી કરી છે.
કોર્ટ સમક્ષ તુલીએ 26 એપ્રિલે કહ્યુ હતુ કે આ નિવેદનવાળા સમાચાર અખબારોમાં પ્રકાશિથ થય હતા અને પોલીસની પાસે વીડિયો રેકોર્ડિંગ પણ છે. તે વીડિયો રેકોર્ડિંગ તેમને મળી શકે તેમ નથી, પરંતુ કોર્ટ તેને મંગાવી શકે છે. આ મામલો જંતર-મંતર પર વર્ષ 2016માં આયોજીત કિસાન રેલીમાં વડાપ્રધાન મોદી વિરુદ્ધ કથિત વાંધાજનક નિવેદન આપવાના આરોપ સાથે જોડાયેલો છે.
આ ફરિયાદમાં વકીલ જોગેન્દ્ર તુલીએ આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધીએ પોતાના નિવેદનમાં પીએમ પર સીમા પાર સર્જિકલ સ્ટ્રાઈક કરનારા સૈનિકોના બલિદાનોનો ફાયદો લેવાનો આરોપ લગાવ્યો હતો. આ નિવેદન દેશની વિરુદ્ધ છે અને માટે રાહુલ ગાંધી પર દેશદ્રોહનો મામલો નોંધવાનો નિર્દેશ દિલ્હી પોલીસને આપવામાં આવે.