એરફોર્સ કમાન્ડર્સ કોન્ફરન્સમાં સંરક્ષણ પ્રધાનનું સૂચન, પાકિસ્તાન-ચીન બોર્ડર સિવાય હિંદ મહાસાગરમાં પણ વાયુસેના આપે ધ્યાન
ઈન્ડિયન એરફોર્સ પાકિસ્તાન અને ચીન બોર્ડરની સાથે જ હિંદ મહાસાગર રીઝનમાં પણ પોતાની હાજરી વધારે તેવી સંભાવના છે. એરફોર્સની કમાન્ડર્સ કોન્ફરન્સમાં સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણે આના સંદર્ભે સૂચન આપ્યુ હતું. સીતારમણે કહ્યું હતું કે હવે હિંદ મહાસાગરમાં ઈન્ડિયન નેવી લીડ રોલમાં છે અને એરફોર્સ તથા આર્મી તરફથી તેને બસ મદદ આપવામાં આવે છે. પરંતુ હવે જરૂરત છે કે ઈન્ડિયન એરફોર્સ પણ અહીં વધુ ધ્યાન આપે. તેમમે કહ્યુ છે કે મિલિટ્રી ઈન્ટરેક્શન અને હ્યુમાનિટેરિયન આસિસ્ટન્સ એન્ડ ડિઝાસ્ટર રિલીફ દ્વારા ઈન્ડિયન એરફોર્સ અહીં પ્રોએક્ટિવ રોલ નિભાવી શકે છે.
સંરક્ષણ પ્રધાને એરફોર્સની ટ્રેનિંગના પણ વખાણ કર્યા અને બાલાકોટમાં પાકિસ્તાની આતંકી કેમ્પ પર કરવામાં આવેલી એરસ્ટ્રાઈકનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે બાલાકોટ પર સફળતાપૂર્વક કરવામાં આવેલી એરસ્ટ્રાઈક માટે એરફોર્સના વખાણની સાથે કહ્યું હતું કે 27 ફેબ્રુઆરીએ એર એક્શન દરમિયાન વિંગ કમાન્ડર અભિનંદને દેખાડ્યું કે એરફોર્સની ટ્રેનિંગમાં કેટલી શક્તિ છે.
સંરક્ષણ પ્રધાને સલાહ આપી છે કે એરફોર્સના અધિકારીઓના રિટાયરમેન્ટ બાદ એચએએલ અથવા ઈન્ડસ્ટ્રી જોઈન કરવી જોઈએ, જેથી તેમના અનુભવનનો ફાયદો આગળ પણ લઈ જઈ શકાય. તેમણે એ વાત પર ચિંતા વ્યક્ત કરી છે કે હાલ વધારે અધિકારી રિટાયરમેન્ટ બાદ ડિફેન્સ ઈન્ડસ્ટ્રી અથવા શિક્ષણના ક્ષેત્રમાં જઈ રહ્યા નથી. જો કે આની વધારે જરૂરત છે. તેમણે કહ્યુ છે કે આપણી સેનાની જરૂરત અને દેશમાં ડિફેન્સ પ્રોડક્શનની વચ્ચે ભારે ગેપ છે અને આ ગેપ ત્યારે ભરી શકાશે જ્યારે રિટાયરમેન્ટ બાદ અધિકારી પોતાનો અનુભવ શેયર કરે અને ઈન્ડસ્ટ્રી જોઈન કરે.
દુનિયાભરમાં શું નવી તકનીક આવી રહી છે અને શું રિસર્ચ થઈ રહ્યું છે, તેના ઉપર પણ એરફોર્સ અધિકારીઓને નજર રાખવાની સલાહ આપવામાં આવી છે. સંરક્ષણ પ્રધાને કહ્યુ છે કે નવું શું થઈ રહ્યું છે, તેના ઉપર નજર રાખો અને જણાવો જેથી ભારતમાં પણ તેના પર કામ કરી શકાય. ગુરુવારથી શરૂ થયેલી બે દિવસની એરફોર્સ કમાન્ડરની કોન્ફરન્સમાં એરફોર્સની ઓપરેશનલ કેપિબિલિટી વધારવા પર વાત થશે, તેની સાથે બાલાકોટમાં કરવામાં આવેલી એરસ્ટ્રાઈક અને તેના પછી થયેલા એર એક્શનની પણ સમીક્ષા થશે.