- દક્ષિણ કન્નડ જિલ્લામાં ડેપ્યુટી કમિશનર તરીકે તેનાત હતા
- એસ. એમ. કૃષ્ણાના જમાઈ વી. જી. સિદ્ધાર્થની આત્મહત્યાની કરતા હતા તપાસ
કર્ણાટકના એક આઈએએસ અધિકારીએ રાજીનામું આપ્યું છે. દક્ષિણ કન્નડ જિલ્લામાં ડેપ્યુટી કમિશનર તરીકે તેનાત એસ. શશિકાંત સેંથિલે આજે રાજીનામું આપ્યું છે.
તેમણે કહ્યુ છે કે જ્યારે અનૈતિક રીતે લોકશાહીની સંસ્થાઓને દબાવાય રહી હોય, તેવામાં હું સિવિલ સર્વિસમાં રહેવું અનૈતિક માનું છું. એસ. શશિકાંત સેંથિલ ગત સપ્તાહથી રજા પર હતા. તેઓ એસ. એમ. કૃષ્ણાના જમાઈ વી. જી. સિદ્ધાર્થની આત્મહત્યાના મામલાની પણ તપાસ કરી રહ્યા હતા.
એસ. શશીકાંત સેંથિલે કહ્યુ છે કે જ્યારે આપણી લોકશાહીમાં મૂળભૂત અધિકારોને દબાવાય રહ્યા છે, તો મને લાગે છે કે સરકારમાં એક સિવિલ સર્વન્ટ તરીકે કામ ચાલુ રાખવું મારા માટે અનૈતિક છે. માટે મે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે.
સેંથિલે કહ્યુ છે કે વિભિન્ન સ્તરે સમજૂતી કરાઈ રહી છે. મને એ પણ દ્રઢતાથી મહેસૂસ થઈ રહ્યું છે કે આગામી દિવસોમાં આપણા દેશના મૂળભૂત તાણા-વાણાની સામે બેહદ કઠિન પડકાર સામે આવવાનો છે અને મારે મારા જીવનને સારું બનાવવા માટે મારું કામ ચાલુ રાખવા માટે આઈએએસના પદથી મારે દૂર રહેવુ જોઈએ.