1. Home
  2. revoinews
  3. મોબાઈલ નંબર ગેસ કનેક્શનથી લિંક ન હોવા છત્તાં મળશે સિલિન્ડર –  DAC નિયમમાં હાલ પુરતી છૂટછાટ
મોબાઈલ નંબર ગેસ કનેક્શનથી લિંક ન હોવા છત્તાં મળશે સિલિન્ડર –  DAC નિયમમાં હાલ પુરતી છૂટછાટ

મોબાઈલ નંબર ગેસ કનેક્શનથી લિંક ન હોવા છત્તાં મળશે સિલિન્ડર –  DAC નિયમમાં હાલ પુરતી છૂટછાટ

0
Social Share
  • મોબાઈલ નંબર ગેસ કનેક્શન સાથે લિંક ન હોવા છત્તાં મળશે સિલિન્ડર 
  •  ડીએસી હાલ પુરતુ સ્થિગિત કરાયું
  • ટેક્નિકલ ખામીના કારણે આપવામાં આવી છૂટછાટ

ઓઇલ કંપનીઓએ 1લી નવેમ્બર 2020થી દેશમાં બદલાવ કરવા જઈ રહેલા રાંઘણ ગેસ સિલિન્ડર સાથે સંકળાયેલ ડિલીવરી ઓથેન્ટિકેશન કોડને હાલ પુરતો સ્થગિત કર્યો છે, જો કોઈ ગ્રાહકનો મોબાઇલ નંબર ગેસ કનેક્શન સાથે જોડાયેલ નથી, તો પણ હવે  ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તેને પણ સિલિન્ડરની ડિલિવરી મળી શકશે. જો કે, લગભગ 30 ટકા ગ્રાહકો પહેલાથી તેનો ઉપયોગ કરી રહ્યાં છે.

આ સમગ્ર બાબતે તેલ કંપનીના વરિષ્ટ અધિકારીએ જણાવ્યું છે કે, ડીએસી જારી રહેશે પરંતુ જરુરી નહી, અટલે કે જો કોઈ પણ ગ્રાહકનો ફોન નંબર ગેસ કનેક્શન સાથે જોડાયેલો ન પણ હશે તો તેમના ફોન પર ડીએસી નહી મોકલવામાં આવે, ટેકનીકલ ખામીઓના કારણે હાલ આ સેવા ફરજીયાત કરવામાં આવી નથી.

જો કે  પહેલા તેલ કંપનીઓ એ 1લી નવેમ્બરના રોજથી  દિલ્હી એનસીઆર અને 100 સ્માર્ટ સિટીમાં  ગેસ સિલિન્ડરની ડિલિવરી માટે  ગ્રાહકોએ ડીસીએ કોડ બતાવવો ફરજીયાત કર્યું હતું જો કે હવે તે હાલ પુરતુ સ્થગિત કરવામાં આવ્યું છે.

ડીએસી કોડ શું છે -જાણો

  • ડીએસી કોડના માધ્યમથી બુકિંગ કરાવવા પર જ  ડિલિવરી નહી મળે તેના માટે રજીસ્ટર મોબાઈલ નંબર પર એક કોડ પણ આપવામાં આવશે.
  • આ કોડ ડિલિવરી બોયને બતાવ્યા પછી જ ગ્રાહકને સિલિન્ડર આપવામાં આવશે
  • મોબાઈલ ફોન નંબર પર ઓટીપી આવ્યા બાદગ જ તમે સિલિન્ડર મેળવી શકો છો
  • જો કોઈ ગ્રાહકનો નંબર લીંક નહોય તો તેઓ એપના માઘ્યમથી પોતાનો નંબર અપડેટ કરાવી શકે છે, આ એપ્લિકેશન ડિલિવરી બોય પાસે ઉપલબ્ધ હશે
  • તમારો ફોન નંબર અપડેટ કર્યા પછી કોડ જનરેટ થઈ શકે છે.

સાહીન-

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code