1. Home
  2. revoinews
  3. બ્રિટનમાં કોરોનાનો કહેરઃ વેક્સિનના બન્ને ડોઝ લઈ ચૂકેલા સ્વાસ્થ્ય મંત્રી પણ કોરોના સંક્રમિતઃ લોકોને વેક્સિન લેવાની કરી અપીલ
બ્રિટનમાં  કોરોનાનો કહેરઃ વેક્સિનના બન્ને ડોઝ લઈ ચૂકેલા સ્વાસ્થ્ય મંત્રી પણ કોરોના સંક્રમિતઃ લોકોને વેક્સિન લેવાની કરી અપીલ

બ્રિટનમાં કોરોનાનો કહેરઃ વેક્સિનના બન્ને ડોઝ લઈ ચૂકેલા સ્વાસ્થ્ય મંત્રી પણ કોરોના સંક્રમિતઃ લોકોને વેક્સિન લેવાની કરી અપીલ

0
Social Share
  • બ્રિટનમાં વધ્યા કોરોનાના કેસો
  • ફરી ફએલાયો કોરોનાનો કહેર
  • સ્વાસ્થ્ય મંત્રી પણ થયા કોરોના સંક્રમિત
  • સંક્રમિત મંત્રીએ વેક્સિનના બન્ને ડોઝ લીઘા હતા

 

દિલ્હીઃ- સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે જંગી લડત લડી રહ્યું છે, કોરોનાની બીજી લહેર ઓછી થઈ હોવા છંત્તા કેટલાક દેશોમાં કોરોનાનો કહેર હાલ પણ જોવા મળે છે, ત્યારે હવે બ્રિટચનમાં પણ કોરોનાએ ફરી ભય ફેલાવ્યો છે.બ્રિટનના આરોગ્યમંત્રી સાજિદ જાવિડે શનિવારે કહ્યું હતું કે તેમને કોરોનાનું સંક્રમણ થયું છે અને તે કેવોરોન્ટાઈન હેઠળ છે. તેમણે કહ્યું કે તેમને આ રોગના હળવા લક્ષણો જોના મળ્યા છે. ઉલ્લેખનીય છે કે સ્વાસ્થ્ય મંત્રીએ કોરોના વેક્સિનના બન્ને ડોઝ લઈ લીધા છે.

આ બાબતે બ્રિટન મંત્રી જાવિદે ટ્વિટ કરીને કહ્યું હતું કે ‘આજે સવારે હું કોરોના પોઝિટિવ મળી આવ્યો છે. હું મારા પીસીઆર પરીક્ષણના પરિણામની રાહ જોઈ રહ્યો છું, પરંતુ સદભાગ્યે મે વેક્સિન લીધી હતી એટલે મારામાં કોરોનાના હળવા લક્ષણો છે.

તેમણે ટ્વિટ કરીને લખ્યુપં છે કે, ‘જો તમે વેક્સિન ન  લીધી હોય, તો કૃપા કરીને વેક્સિન લેવા આગળ આવો.’ આરોગ્ય પ્રધાને એક ટ્વિટમાં લખ્યું કે, ‘મેં રસીના બંને ડોઝ લીધા હતા અને હજી સુધી મારા લક્ષણો ખૂબ હળવા છે.

ઉલ્લેખનીય છે કે બ્રિટન એવો દેશ છે કે જ્યા કોરોનાની શરુઆતમાં વિતેલા વર્ષે કોરોનાના મોટા પ્રમાણમાં કેસો નોંધાતા હતા.સમગ્ર વિશ્વમાં કોરોના મામલે બ્રિટન મોખરે હતું,આ સાથે જ કોરોનાની પ્રથમ લહેરમાં બ્રિટનના પ્રધાનમંત્રી પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા, આ સાથે જ કોરોનાનનાકારણે લગાવેલ પ્રતિબંધ બ્રિટનમાં આજથી સમાપ્ત થવા જઈ રહ્યા છે, જો કે સંક્રમણ દર વધુ હોવાને કારણે કેટલાક પ્રતિબંધો યથાવત રાખવાની અપીલ કરવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code