સારી મેમરી અને સ્વસ્થ હૃદય માટે આ વસ્તુઓનું કરો સેવન – સ્ટડી
જો તમને સ્વસ્થ હૃદય અને સારી મેમરી જોઈએ છે, તો પછી તમારા માટે ફળો અને શાકભાજી મહત્વપૂર્ણ છે. તેમને પૂરતા પ્રમાણમાં સેવન કરવાથી અનેક બીમારીઓથી છુટકારો મેળવી શકાય છે. હાલમાં શોધમાં એવું જાણવા મળ્યું છે કે ફળો અને શાકભાજી મેમરીમાં થતો ઘટાડો અને હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઘટાડવા સાથે સંબંધિત છે.
શોધમાં સામે આવ્યું છે કે લાઈફસ્ટાઇલ બદલીને મેમરીને મજબૂત બનાવી શકાય છે. ઉપરાંત જંક ફૂડ દૂર કરીને હેલ્ધી ફૂડ અપનાવવાથી આ બીમારીઓના ભયથી બચી શકાય છે. અધ્યયનમાં એવું જાણવા મળ્યું છે કે પ્રોટીનથી ભરપુર વસ્તુઓ ખાવાથી મેમરી વધે છે…
જે લોકો ઓછા પ્રમાણમાં ફળો અને શાકભાજી ખાતા હોય છે તેઓ હૃદય, હાયપરટેન્શન અને ડાયાબિટીઝને લગતી બીમારીઓથી ગ્રસ્ત હોય છે. શોધકર્તાઓના આ શોધમાં એક લાખ 39 હજાર લોકો સામેલ થયા હતા. આ અધ્યયનના પરિણામો ઇન્ટરનેશનલ જર્નલ ઓફ પબ્લિક હેલ્થમાં પ્રકાશિત થયા છે. અધ્યયનમાં સૂચવવામાં આવ્યું છે કે ઉંમર મુજબ લોકોએ સ્વસ્થ આહારને લઇ જાગૃત રહેવું જોઈએ.
_Devanshi