કોંગ્રેસના સાંસદ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ અને કાશ્મીર કોંગ્રેસના પ્રમુખ ગુલામ અહમદ મીરને શ્રીનગર એરપોર્ટ પર રોકવામાં આવ્યા હતા. અહીંથી તેમને દિલ્હી ફ્લાઈટથી પાછા મોકલવામાં આવ્યા છે.
આના પહેલા જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ની ઘણી જોગવાઈઓના હટાવાયા બાદ એનએસએ અજીત ડોભાલની કાશ્મીર ખીણના કેટલાક લોકો સાથેની તસવીર સામે આવી હતી. તેના પર કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે કહ્યુ હતુ કે નાણાં આપીને તમે કોઈને પણ સાથે લઈ શકો છો.
ડોભાલની તસવીર સંદર્ભે પુચવામાં આવતા આઝાદે પત્રકારોને કહ્યુ હતુ કે નાણાં આપીને તમે કોઈને પણ સાતે લઈ શકો છો. જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370ની ઘણી જોગવાઈઓને સમાપ્ત કરવામાં આવી છે અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવાનું પણ પગલું ઉઠાવ્યું છે. બાદમાં ડોભાલ કાશ્મીર ખીણના શોપિયાંમાં કેટલાક લોકો સાથે વાતચીત કરતા અને તેમની સાથે ભોજન કરતા હોવાનો એક વીડિયો સામે આવ્યો છે.
મહત્વપૂર્ણ છે કે સંસદે મંગળવારે જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જા આપવા સંબંધિત અનુચ્છેદ-370ની ઘણી જોગવાઈઓને સમાપ્ત કરવાના પ્રસ્તાવવાળા સંકલ્પ અને જમ્મુ-કાશ્મીરના બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લડાખમાં વિભાજીત કરવાના બિલને મંજૂરી આપી હતી.