1. Home
  2. revoinews
  3. આજે CM યોગીની અયોધ્યા મુલાકાત મુલાકાત દરમિયાન અનેક વિકાસ યોજનાઓની જાહેરાત થવાની શક્યતા
આજે CM યોગીની અયોધ્યા મુલાકાત મુલાકાત દરમિયાન અનેક વિકાસ યોજનાઓની જાહેરાત થવાની શક્યતા

આજે CM યોગીની અયોધ્યા મુલાકાત મુલાકાત દરમિયાન અનેક વિકાસ યોજનાઓની જાહેરાત થવાની શક્યતા

0
Social Share
  •  મુખ્યમંત્રી યોગી આજે અયોધ્યાની લેશે મુલાકાત
  • અયોધ્યાવાસિયોને મળી શકે છે દિવાળીની ભેટ
  • સરયુ નદીને 5.51 લાખ દીવડાઓથી શણગારશે

અયોધ્યા: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શુક્રવારે જયારે અહિયાં ભવ્ય દીપોત્સવની ઉજવણી માટે પહોંચશે ત્યારે અયોધ્યાને આંતરરાષ્ટ્રીય હવાઇમથક સહિતની દિવાળીની અનેક ભેટો મળે તેવી સંભાવના છે. એક ડઝનથી વધુ વિકાસ યોજનાઓની જાહેરાત થવાની ધારણા છે. સરયુ નદીને 5.51 લાખ દીવડાઓથી શણગારવામાં આવશે.

ભગવાન રામ, દેવી સીતા અને લક્ષ્મણના વેશમાં આવેલા કલાકાર ‘પુષ્પક વિમાન’થી સમુદ્રતટ પર ઉતરશે તથા રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. હેલિકોપ્ટરને ફૂલોથી સજાવીને વિમાનનું રૂપ આપવામાં આવ્યું છે.

શુક્રવારે બપોરે જ સમારોહનો પ્રારંભ થઇ જશે. જ્યારે અયોધ્યાની સાકેત કોલેજથી ભગવાન રામની ઝાંખી પાંચ કિલોમીટરનો માર્ગ નક્કી કર્યા પછી કાંઠે પહોંચશે. આ ઝાંખીમાં ગુરુકુળ શિક્ષા,રામ-સીતા વિવાહ,કેવટ પ્રસંગ,રામ દરબાર,સબરી રામ મિલાપ અને લંકા દહન જેવા અદ્ભુત પ્રદર્શન થશે. સૂર્યાસ્ત સમયે સરયુ નદીમાં ભવ્ય આરતી થશે,ત્યારે આગામી રામમંદિર નિર્માણ સ્થળે 11000 દીવડા પ્રગટાવવામાં આવશે.

ઉત્તર પ્રદેશના અધિક મુખ્ય સચિવ અવનીશ અવસ્થીએ કહ્યું કે, મુખ્યમંત્રી નવા વિકાસની જાહેરાતની સાથે હાલના વિકાસ પ્રોજેક્ટ્સ વિશે પણ વાત કરી શકે છે. તેમણે કહ્યું કે, શુક્રવારે અયોધ્યામાં ઘણું બધું બનશે. મુખ્યમંત્રી અયોધ્યા અને તેના લોકો માટે કેટલાક પ્રોજેક્ટ સમર્પિત કરી શકે છે,તેમાંથી આધુનિક ગટર શુદ્ધિકરણ પ્લાન્ટ જેથી નદીનો પ્રવાહ અને સ્વચ્છતા જાળવી શકાય.

આ તીર્થનગરમાં ૩.47 કરોડના ખર્ચે રામલીલા સેન્ટર,19.૦૨ કરોડના ખર્ચે ભજન સ્થળ,21.92 કરોડના ખર્ચે રાણી હેઓ મેમોરિયલ પાર્ક, 7.59 કરોડના ખર્ચે રામકથા વિથિકા બનાવવામાં આવશે.

_Devanshi

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code