યુપીના સીએમ યોગી આદિત્યનાથે અક્ષય કુમાર સાથે કરી મુલાકાત, આજે રોકાણકારો સાથે કરશે વાતચીત
- મુખ્યમંત્રી યોગીએ અક્ષય કુમાર સાથે કરી મુલાકાત
- ફિલ્મ સીટી અંગે કરી ચર્ચા
- મુખ્યમંત્રી લખનઉ મ્યુનિસિપાલિટી બોન્ડનો કરશે શુભારંભ
મુંબઈ: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે રાત્રે મુંબઈની ટ્રાઇડેંટ હોટલમાં એક્ટર અક્ષય કુમાર સાથે મુલાકાત કરી હતી. સીએમ યોગી આ હોટલમાં રોકાયા છે. આ પ્રસંગે યોગીએ કહ્યું કે, ઉત્તરપ્રદેશમાં ફિલ્મ નિર્માણની અપાર સંભાવનાઓ છે. તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર ફિલ્મ પોલિસી -2018 દ્વારા ફિલ્મ નિર્માણ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી રહી છે. રાજ્યમાં ફિલ્મોના શૂટિંગને કારણે સ્થાનિક લોકોને રોજગારી મળે છે. અને રાજ્યના કલાકારોને તેમની પ્રતિભા દર્શાવવાની તક મળે છે. રાજ્યમાં ફિલ્મના શૂટિંગના નિર્માતાઓને દરેક શક્ય સહયોગ અને સુવિધા આપવામાં આવી રહી છે.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, અક્ષય કુમારે પોતાની કળાનો સદઉપયોગ કરીને ફિલ્મ ‘ટોઇલેટ એક પ્રેમ કથા’ દ્વારા સમાજને પ્રેરણાદાયક સંદેશ આપ્યો છે. આવી ફિલ્મો સમાજમાં જાગૃતિ લાવવામાં મદદગાર સાબિત થાય છે.
યોગી સાથેની મુલાકાત દરમિયાન અક્ષય કુમારે ફિલ્મ નિર્માણને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારના પ્રયાસોની સરાહના કરી અને રાજ્યમાં ફિલ્મ સિટી સ્થાપવાના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી. તેમણે એમ પણ માહિતી આપી હતી કે, ભૂતકાળમાં તેમના દ્વારા અભિનિત ફિલ્મોનું શૂટિંગ ઉત્તરપ્રદેશમાં કરવામાં આવી ચુક્યું છે.
સરકારની આ પહેલ ઉત્તરપ્રદેશના મોટા અને મહત્વપૂર્ણ શહેરોના વિકાસ,બ્યુટિફિકેશન અને સફાઇ ખર્ચ માટે નાણાકીય સંસાધનો એકત્રિત કરવામાં સક્ષમ બનાવશે,જ્યારે નાણાકીય શિસ્તને પણ પ્રોત્સાહન આપશે.
યોગી બુધવારે બોમ્બે સ્ટોક એક્સચેંજમાં 200 કરોડ રૂપિયાના લખનઉ મ્યુનિસિપાલિટી બોન્ડનું ઉદ્દધાટન કરશે અને સાથો-સાથ ઉત્તરપ્રદેશમાં રોકાણને લઈને ઓદ્યોગિક ગૃહો સાથે ચર્ચા કરશે. શહેરી વિકાસ મંત્રી આશુતોષ ટંડને જણાવ્યું હતું કે,મુખ્યમંત્રી દ્વારા બીએસઇ પર 2 ડિસેમ્બરે લખનઉ મ્યુનિસિપલ કોર્પોરેશન બોન્ડના લોકાર્પણની સાથે શહેર વિકાસ વિભાગમાં મોટો પરિવર્તન શરૂ થશે.
જે રીતે લખનઉ મ્યુનિસિપલ કોર્પોરેશનના બોન્ડ્સને રેટિંગ મળી છે. તેને ધ્યાનમાં લેતાં ગાઝિયાબાદ, પ્રયાગરાજ, વારાણસી, કાનપુર અને આગ્રા મ્યુનિસિપલ કોર્પોરેશનોના બોન્ડ પણ જારી કરવામાં આવશે. આગામી ત્રણ મહિનામાં ગાઝિયાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બોન્ડ જારી કરવામાં આવશે. આ મુદ્દે મુખ્યમંત્રીની હાજરીમાં દેશના જાણીતા ઉદ્યોગકારો સાથે મુંબઇમાં પણ ચર્ચા કરવામાં આવશે.
_Devanshi