
મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટમાં પરિવાર સાથે ઉજવશે દિવાળી
- મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટમાં
- પરિવાર સાથે ઉજવશે દિવાળી
- દર વર્ષની પરંપરા જાળવતા સીએમ
ગાંધીનગર: રાજકોટમાં દર વર્ષે પરિવાર સાથે આવીને દિવાળીની ઉજવણી કરવાની પરંપરા આ વર્ષે પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાળવી રાખી છે. મુખ્યમંત્રી સવારે 10 કલાકે રાજકોટ આવી પહોંચ્યા હતા અને આજે દિવસભર પરિવારના સદસ્યો અને મિત્રો સાથે વિતાવશે. આ સાથે સાથે વિજય રૂપાણી ભાજપના કાર્યકરો અને આગેવાનોને સાથે પણ મિટિંગ કરશે. હાલમાં શહેર જિલ્લા પ્રમુખની નવી નિમણુંક થઈ છે તે નેતાઓને પણ મળશે.
મુખ્યમંત્રીએ દિવાળી નિમિતે સૌકોઈને સંદેશો પાઠવીને ગુજરાતની પ્રગતિ અને વિકાસ માટે શુભકામનાઓ પાઠવી છે. આજે બપોરે તેઓ પરિવાર સાથે ભોજન લેશે અને રાત્રીના ગરેડીયા કુવા રોડ ઉપર આવેલ તેઓની પરંપરાગત દુકાને ચોપડા પૂજનમાં ભાગ લેશે..બાદમાં મોડીરાત્રે 9:45 વાગ્યે ગાંધીનગર જવા રવાના થશે.
જો કે દિવાળીને લઈને દરેક નેતાઓની પોતાની એક પસંદ હોય છે.. જેમ કે જ્યારથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે ત્યારથી તેઓ પોતાની દિવાળી બોર્ડર પર તૈનાત સૈનિકોની સાથે ઉજવે છે. આ વખતે પણ વડાપ્રધાન મોદી પાકિસ્તાન બોર્ડર સાથે જોડાયેલી લોંગેવાલા પોસ્ટના સૈનિકો સાથે દિવાળી મનાવવાનું નક્કી કર્યું છે.
દિવાળીનો તહેવાર હંમેશા તમામ ભારતીયો માટે મહત્વનો રહ્યો છે અને આ તહેવારને લઈને હંમેશા લોકોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળતો હોય છે. સૌથી મહત્વની વાત તો એ છે કે આ વખતે દિવાળીમાં રામમંદિરના નિર્માણનું પણ કામ ચાલી રહ્યું છે અને તેને લઈને પણ સમગ્ર દેશમાં લોકોનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
_Devanshi