ઉત્તર પ્રદેશમાં ખુલશે 15 તારીખથી સિનેમાઘરો – રાજ્ય સરકારે દિશા નિર્દેશ જારી કર્યા
- ઉત્તર પ્રદેશમાં ખુલશે 15 તારિખથી સિનેમાઘરો
- રાજ્ય સરકારે નિશા નિર્દેશ જારી કર્યા
દેશમાં અનલોક 5મા સિનેમાઘરો ખોલવા બાબતે માર્ગ દર્શિકા બહાર પાડવામાં આવી હતી ત્યારે હવે ઉત્તર પ્રદેશમાં પણ આવનારી 15 તારિખથી તમામ સિનેમાહોલ ખોલવાના દિશા નિર્દેશ મંગળવારના રોજ જારી કરવામાં આવ્યા છે.જો કે આ માટે 50 ટકા જ સંખ્યાને પરવાનગી આપવામાં આવી છે,
જારી કરવામાં આવેલા દિશા નિર્દેશ આ પ્રમાણે છે.
- સામાન્ય વિસ્તારો અને અનેક ક્ષેત્રમાં 6 ફૂટનું અંતર જાળવવાના નિયમોનું પાલન કરવાનું રેહેશે
- ટચ લેસ ટેનિટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવશે
- ફેસ કવર અને માસ્કનો ઉપયોગ દરેક સમયે કરવો પડશે
- સમયાંતરે સાબુથી હાથ ધોવા સેનેટાઈઝરનો ઉપયોગ કરવો
- ખાંસી, છીંક આવે ત્યારે રૂમાલનો ઉપયોગ અથવા કોણીનો ઉપયોગ કરવો.
- સાર્વજનિક સ્થળો પર ચૂંકવા પર પ્રતિબંધ હશે
- તમામ લોકો દ્વારા તેમના સ્વાસ્થ્યનું સ્વયં-નિરીક્ષણ કરાશે
- કોઈપણ બિમારીના સંબંધી જાણ રાજ્ય અને જિલ્લા હેલ્પલાઈનને વહેલી તકે કરવામાં આવશે.
- આરોગ્ય સેતુ એપના ઉપયોગ માટે દરેકને સલાહ આપવામાં આવશે
સિનેમાઘરોમાં પ્રવેશ અને એક્ઝિટ શો-ટાઇમિંગ અને ખાસ બેઠક વ્યવસ્થા કરાશે
ઓડિટોરિયમના પ્રવેશ સ્થળો પર, થર્મલ સ્ક્રિનિંગ અને સેનિટાઈઝર અને રોલ્ડ એન્ટ્રી અને એક્ઝિટને શારીરિક અંતરના ધોરણ અનુસાર ગોળાકાર ચિહ્નની નિશાની રાખવામાં આવશે. કોવિડનાં લક્ષણો વગરની વ્યક્તિઓને જ પ્રવેશ આપવામાં આવશે.
સિંગલ-સ્ક્રીન સિનેમાના બે શો અને મલ્ટીપ્લેક્સમાં વિવિધ સ્ક્રીનો પર બે શો વચ્ચે થોડો સમયગાળો મૂકવામાં આવશે.થિયેટરો, મલ્ટિપ્લેક્સમાં પ્રેક્ષકોની કુલ ક્ષમતા 50 ટકાથી વધુરાખવામાં આવશે નહી.
સાહીન-