વેબસાઇટનું નામ જાહેર કર્યા વિના ફાયરઆઇએ કહ્યું કે સાયબર ક્રિમિનલ્સ ભારત સહિત દૂનિયાભરમાંથી ચોરી કરેલા હેલ્થકેરના ડેટા મોંઘા ભાવે વેચે છે.
આ સમયમાં દુનિયાભરમાંથી ડેટા ચોરી અને હેકિંગના સમાચારો સતત વતા રહેતા હોય છે ત્યારે યુએસની સાયબર સિક્યુરિટી કંપની ફાયરએએ જણાવ્યું હતું કે ગુરુવારે હેકરોએ ભારતીય હેલ્થકેર વેબસાઇટને નિશાન બાનવી હુમલો કર્યો હતો અને લગભગ 68 લાખના રેકોર્ડની ચોરી કરી હતી.જેમાં દર્દીઓ અને ડોકટરો સંબંધિત માહિતી શામેલ છે, આ રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે ફેબ્રુઆરીમાં, fallensky 51 નામના હેકરે ભારતના દર્દીઓ અને ડોકટરોના 68 લાખના રેકોર્ડની ચોરી કરી છે.
સાયબર સિક્યુરિટી એજન્સીએ પોતાના આ રજુ કરેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે, ‘એવું લાગે છે કે હેકરોનો રસ ભારતમાં કેન્સરની સારવાર સંબંધિત છે, કારણ કે અહીં સારવારની કિંમત ખૂબ ઓછી છે. ત્યારે દેશ ચીન કેન્સરને લઇને ખૂબ ચિંતિત છે, કારણ કે અહીં કેન્સરથી મૃત્યુ પામનારાઓની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. બીજું બાજુ આ ડેટાનો ઉપયોગ કરીને, તબીબી સંશોધનથી ચાઇના પોતાના બજારોમાં નવી નવી દવાઓ લાવી શકે છે, જેના કારણે ઓછા પૈસામાં વધુ સારવાર મળી શકે. ચીની હેકરોએ અગાઉ પણ ઘણા સેક્ટરમાં ડેટાને વખોડ્યો છે અને તેની ચોરી કરી ચુક્યા છે. જો કે હેલ્થ સેક્ટરથી જોડાયેલ આ પ્રથમ ડેટા ચોરીની ઘટના સામે આવી છે.
આ વર્ષના એપ્રિલની શરૂઆતમાં જ ચીની હેકરોએ યૂએસ બેઝ હેલ્થકેર સેંન્ટરને EVILNUGGET મેલવેરની સાથે
નિશાન બનાવ્યું હતું. ચાઇનીઝ જૂથ એપીટી 22 એ બાયોમેડિકલ, ફાર્માસ્યુટિકલ અને હેલ્થકેર સંસ્થાઓને નિશાન બનાવ્યું
છે.