1. Home
  2. revoinews
  3. શિક્ષણને પહોંચી વળવા રાજસ્થાન સરકારી કૉલેજોની એક નવી પહેલ“મફ્તમાં ભણાવી શકે તેવા શિક્ષકો જોઈએ છે”
શિક્ષણને પહોંચી વળવા રાજસ્થાન સરકારી કૉલેજોની એક નવી પહેલ“મફ્તમાં ભણાવી શકે તેવા શિક્ષકો જોઈએ છે”

શિક્ષણને પહોંચી વળવા રાજસ્થાન સરકારી કૉલેજોની એક નવી પહેલ“મફ્તમાં ભણાવી શકે તેવા શિક્ષકો જોઈએ છે”

0
Social Share

જયપુરઃ-સરકારી કૉલેજોમાં શિક્ષકની અછતને જોતા કોલેજ કાર્યકર્તાઓ એ નિશુલ્ક ભણતર આપનારા શિક્ષકો સામે પ્રસ્તાવ મુક્યો છે, કોલેજ અધ્યક્ષનું કહેવું છે કે રાજસ્થાનમાં 252 સરકારી કૉલેજ કાર્યરત છે જેમાં 4 લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે

મળતી માહિતી મુજબ જે આ કાર્યમાં સહયોગી થશે તેઓને કોઈ પણ પ્રકારની સેલેરી કે ભથ્થુ આપવામાં નહી આવે,માત્ર કૉલેજ આવવા અને જવા માટેનો ખર્ચ આપવામાં આવશે,તે ઉપરાંત કોઈ પણ પ્રાકારનું અનુભવ સર્ટિફિકેટ પણ  નહી આપવામાં આવે, આ નિશુલ્ક અને અસ્થાઈ સેવા છે ,આ તમામ વાતનો સ્વીકાર કર્યા પછી જ જે તે શિક્ષક આ સ્કીમમાં ભાગ લઈ શકે છે ત્યાર પછી પાછળથી કોઈ પણ આરોપ નહી લગાવી શકે કે અમને વળતર મળ્યું નથી.

સરકારી કૉલેજના અધ્યક્ષઓએ આવેદન પત્રમાં આ તમામ વાતનો ઉલ્લેખ કર્યો છે કે એ જ શિક્ષકો આવકાર્ય છે કે જે પૈસા લીધા વગર માત્ર સેવાની ભાવનાથી કૉલેજના વિદ્યાર્થીઓને ભણાવી શકે,તથા આ શિક્ષકોની લાયકાત પણ ઉચ્ચ હોવી જૉઈએ, તે ઉપરાંત શિક્ષકો યૂજીસીના માપદંડ મુજબ હોવા જોઈએ અને આ તમામ હાવા છતા માત્ર સેવાની ભાવનાથી આવે.

કોલેજ અધિકારીઓનું કહેવું છે કે અહી રાજસ્થાનમાં 252 રાજકીય કૉલેજ ચાલી રહી છે જેમાં 4 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે આ વર્ષે 54 નવી કૉલેજના સુજાવ આવ્યા છે જેના કારણે વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે અને તેના સામે શિક્ષકોનું પ્રમાણ ખુબ જ ઓછુ છે ત્યારે આ શિક્ષણ પ્રણાલીને પહોચી વળવા રાજસ્થાનમાં નિશુલ્ક ભણાવી શકે તેવા શિક્ષકોની ભરતી કરી રહી છે, આ રીતે શિક્ષકોના આવવાથી વિદ્યાર્થોના અભ્યાસને અસર ન થાય અને રોજ મુજબ શિક્ષણ મળી રહે તેના માટે કોલેજ અધિકારીઓ  આ પ્રાકારના પ્રયત્નો કરી રહ્યા  છે.


 યૂજીસીના માપદંડ મુજબ હોવા જોઈએ શિક્ષકો

વિભાગ કહે છે – રાજ્ય ભંડોળની યુનિવર્સિટીઓ, રાજ્ય વિભાગો, વિકાસ અધ્યયન સંસ્થાઓ, વગેરેમાં નિવૃત્ત અથવા નિવૃત્ત પ્રાધ્યાપકો, વ્યાખ્યાનો, અધિકારીઓ કે જેઓ અરજી કરે છે અથવા સેવા આપી રહ્યા છે, તેઓ પણ યુજીસી દ્વારા નિયત લાયકાત ધરાવતા હોવા જોઈએ. યુનિવર્સિટીઓના હાલના ડોક્ટરલ અથવા ભૂતકાળના ડોક્ટરલ સંશોધકો પણ હોઈ શકે છે. અરજદારોને સ્વૈચ્છિક પસંદગીવાળી કૉલેજમાં 1 થી 3 કલાક શીખવવાની તક મળશે.

શિક્ષણને પહોંચી વળવા ઇ-સામગ્રી તૈયાર કરવામાં આવી

સરકારી કોલેજોમાં શિક્ષકોની અછતને પહોંચી વળવા ઇ-કન્ટેન્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. તે દરેક ક કૉલેજમાં ઓનલાઇન ઉપલબ્ધ કરવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓ ગમે ત્યાં બેસીને આનો અભ્યાસ કરી શકે અને વાંચી શકશે.

ત્યારે આ મફ્તમાં શિક્ષકો દ્વારા શિક્ષણ આપવાની સહયોગની પ્રક્રીયાની વાત કરતા બાયર્ડ કોલેજ કમિશનર પ્રદીપ કુમારે કહ્યું હતું કે  એજ્યુકેશનમાં આ શિક્ષકોની ભરતી માત્ર સહકારની ભાવનાથી કરવામાં આવશે અને ઘણી બધી અરજીઓ પણ આ માટે આવી રહી છે. આશા છે કે વધુ લોકો આ સહકારમાં જોડાય અને તેમાં રસ દાખવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code