Site icon Revoi.in

‘ચાઈનિઝ પકોડા’ – મન્ચુરિયન જેવો જ યમ્મી ટેસ્ટ, વેજીસથી ભરપુર, બહારથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ

Social Share

સાહીન મુલતાની-

સામગ્રી

ચાઈનિઝ પકોડા બનાવવાની રીત  – સૌ પ્રથમ એક મોટા બાઉલમાં ક્રશ કરેલા બટાકા અને બાફેલા નૂડલ્સને બરાબર હાથ વડે નૂડલ્સ તુટીને કટકા થઈ જાય તે રીતે ભેળવી દો. હેવ તેમાં મેંદો, કોર્ન ફ્લોર, કોબીજ , ગાજર, શિમલા મરચા , લીલા તીખા મરચા, આદુ, લસણ,લીલા ઘાણા,  સોયાસોસ , ગ્રીન ચીલી સોસ, રેડ ચીલી સોસ , આજીનો મોટો , મરી પાવડર, જીરુ, રેડ ચાઈનિઝ કલર અને સ્વાદ પ્રમાણે મીઠૂં એડ કરીને હાથ વડે બરાબર આ મિશ્રણમાં એકબીજામાં શાકભાજી ભળી જાય તે રીતે તૈયાર કરીલો,ધ્યાન રાખજો કોબીજ અને ગાજરમાંમ પાણી હોવાથી તે જ પાણીમાં આ મિશ્રણ ભળી જશે,તેથી વધારાનું પાણી નાખવું નહી.

હવે જો આ મિશ્રણના વડા તૈયાર થાય તે રીતે હોય તો વાંધો નહી અને થોડૂ નરમ જણાય તો તેમાં મેંદો અને કોર્નફ્લોર જરુર પ્રમાણે એડ કરી શકો છો, હવે આ મિશ્રણમાંથી નાના-નાના બોલ બનાવી લો, એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખો, તેલ બરાબર ગરમ થાય એટલે નાના-નાના બોલ ઘીમા તાપ પર તળી લો જેથી અંદરથી બોલ કાચા ન રહે. અને ધ્યાન રાખવું એક વાર તેલમાં બોલ નાખ્યા બાદ થોડી વાર પછી જ તેને ચમચા વડે ફેરવવા .નહી તો તરફ ફેરવશો તો બોલ ચોટી જશે અથવા છૂટા પડવાની શક્યતાઓ છે.

હવે આ પકોડાને તમે સોસ વગર ખાઈ શકો છો,તદ્દન મન્યુરિયન ખાતા હોવ તેવો જ ટેસ્ટ આવશે .