- ચીનની પોલમપોલ સામે આવી
- વેક્સિનના સંપૂર્ણ પરિક્ષણ વગર હજારો લોકોને ડોઝ આપ્યો
- નિષ્ણાંતોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી
- લોકોમાં એન્ટી બોડી ન બનતા સંક્રમણનું પણ જોખમ વધી શકે છે
દિલ્હી– સમગ્ર વિશ્વા જ્યા કોરોના મહામારીએ ગતિ પકડી છે ત્યા બીજી તરફ વિશ્વના અનેક દેશો કોરોના વેક્સિનને વિકસાવવાની હોડમાં લાગ્યા છે, અનેક લોકો વેક્સિન પર આશા સેવી રહ્યા છે, જુદા જુદા દેશોના વૈજ્ઞાનિકો અને નિષ્ણાંતો જ્યા વેક્સિનના ટ્ર્યલ તબક્કામાં પહોચ્યા છે ત્યા બીજી તરફ કોરોનાનું ઉદ્ભવ સ્થાન ચીન વેક્સિનના પરિક્ષણ વગર જ હજારો લોકોને ડોઝ આપી ચૂક્યુ છે.
મળતી માહિતી પ્રમાણે ચીન વિશે એક સમાચાર બહાર આવ્યા છે ,ચીનના ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ આરોગ્ય સેવાઓ, ફાર્માસ્યૂટિકલ ફોર્મો, સુપર માર્કેટના કર્મીઓ અને શિક્ષકો સહિતના જોખમગ્રસ્ત વિસ્તારોમાં પોતાના કામ અર્થે જનારા હજારો લોકોને વેક્સિનના ત્રણ ડોઝ આપવામાં આવ્યા છે.
જો કે આ અગેં કહેવામાં આવી રહ્યું છે કે, વેક્સિનનું સંપૂર્ણ પરિક્ષણ હજુ થયું નથી અને તે પહેલા જ અધિકારીક ઔપચારિકતા બહાર આ વેક્સિનને મોટી માત્રામાં માનવજાત પર ઉપયોગ કરવામાં આવ્યો છે, ત્યારે હવે અનેક લોકો આ અંગે ખબર મેળવવા ઈચ્છી રહ્યા છે,ડ્રેગનના આ મોટી રમતથી વિશ્વના તમામ લોકો હેરાન છે, તેમનું કહેવું છે કે, આ પરિક્ષણ કરીને ચીન ભલે પોતોની વેક્સિનની ક્ષમતા સિદ્ધ કરવા ઈચ્છતું હોય પરંતુ આ કાર્ય કરીને તેઓ એ હજારો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કર્યા છે
નિષ્ણાંતોએ પરિક્ષણ વગર ડોઝ આપવાથી ચિંતા વ્યક્ત કરી
આ સમગ્ર બાબત અંગે નિષ્ણઆંતોનું કહેવું છે કે, વગર મંજુરી અને પરિક્ષણવાળી વેક્સિન લોકોને આપવાથી તેના પરિણામો નકારાત્મક પણ આવી શકે છે,બની શકે કો લોકોમાં એન્ટી બોડી ન બને તેથી વિરુદ્ધ કે સંક્રમણનું જોખમ વધતુ જોવા મળી શકે.
ચીનએ આ માટે લોકો પાસે ગેરકાયદેસર હસ્તાક્ષર પણ કરાવ્યા
સામાન્ય રીતે વેક્સિનની પરવાનગી બાદ જ વોલિયેન્ટરોની પસંદગી કરવામાં આવે છે, પરંતુ અધુરાઈ વાળા ચીનએ વગર પરિક્ષણ અને પરવાનગીએ લોકોને આ ડોઝ આપી દીધો છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કર્યા હોવાના ચોક્કસ અણસાર મળ્યા છે
જો કે આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો કે જ્યારે, જે કંપનીના લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો ત્યારે તેઓ સાથે એક ગેરકાયદેસર કરાર પર હસ્તાક્ષર કરવા માટે જણાવાયું, જેથી તેઓ બહાર આ અંગે કોઈને પણ માહિતી ન આપી શકે
ચીનના નાગરીકો વેક્સિનનો ડોઝ લેવા માટે નથી કરી શકતા ઈનકાર
ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન સ્થિત મર્ડોક ચિલ્ડ્રન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના બાળ ચિકિત્સક ડોક્ટર કિમ મુલહોલેન્ડના જણાવ્યા મુજબ સૌથી મોટી ચિંતાની વાત એ છે કે ચીનમાં લોકો આ પ્રકારની વેક્સિનના પરીક્ષણોમાં ભાગ લેવાનો ઇનકાર પણ કરી શકતા નથી.
ચીન સ્થિત કંપની થકી ડોઝ આપવાની વાત બહાર આવી
જો કે, હજી સુધી આ વાત સ્પષ્ટ બહાર નથી આવી કે ચીનમાં કોરોના વેક્સિનનો ડોઝ કુલ કેટલા લોકોને આપવામાં આવ્યો છે. જ્યારે ચીનની સરકારી કંપની સિનોફાર્મનું કહેવું છે કે, આ વેક્સિનનો હજારો લોકોને ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે બેઇજિંગ સ્થિત કંપની સિનોવાકે જણાવ્યું હતું કે શહેરમાં 10 હજારથી પણ વધુ લોકોને ઈન્જેક્શન આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ત્રણ હજારથી વધુ કર્મચારીઓ અને તેમના પરિવારોને પણ વેક્સિનનો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.આ સમગ્ર બાબત જોતા ચીનની બેદરકારી સામે આવી રહી છે.ચીન હંમેશાથી તેની મનમાની કરતું આવ્યું છે ચીન ક્યારેય તેના પોતોના દેશના નાગરિકોનું હિત નથી ઈચ્છતું તે વાત ચીનના આ કૃત્ય પછી સાબિત થઈ ચૂકી છે.
સાહીન-