IRCTCની પોતાની ભાગીદારી વેચવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર- મોદી સરકારની મહત્વાકાંક્ષી યોજનાનો ભાગ
- પહેલા IRCTC આઈપીઓના માધ્યમથી સરકાર પોતાની ભાગીદારી ઓછી કરી ચૂકી છે
- સરકાર 2.1 લાખ કરોડ રુપિયા એકત્રીત કરવા ઈચ્છે છે
- વધુ ભાગીદારી વેચીને સરકાર આ રકમ એકઠી કરવાની તૈયારી દર્શાવી રહી છે
મોદી સરકાર હવે ઈન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશનમાં પોતાની ભાગીદારી વેચવાની તૈયારી કરી રહી છે,આ સોદો નરેન્દ્ર મોદી સરકારના તે મહત્વકાંક્ષી યોજનાનો ભાગ હશે જેના અંતર્ગત ચાલુ નાણાકિંય વર્ષ 2020-21મા રોકાણકારો પાસેથી સરકાર 2.1 લાખ કરોડ રુપિયા એકત્રીત કરવા ઈચ્છે છે
આ રીતે થશે તેનું વેચાણ
ઉલ્લેખનીય છે કે, વિતેલા વર્ષ દરમિયાન ઈન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશનનું આઈપીઓ આવ્યા બાદ આમાં સરકારની ભાગીદારી ઘટીને 87.40 ટકા સુધીની થઈ ચૂકી હતી, એક મીડિયા રિપોર્ટ મુજબ ડિસઇન્વેસ્ટમેન્ટ વિભાગે આઈઆરસીટીસીમાં ભાગીદારી વેચવા માટે વેપારી બેન્કરોની નિમણૂક શરુ કરી છે. આ વેચાણ ઓએફએસ દ્વારા કરવામાં આવશે. ઓએફએસ માટેની પ્રી-બિડ મીટિંગ થઈ ચૂકી છે અને હવે બોલી લગાવવાની પ્રક્રિયા 11 સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે.
શું છે આ OFS – જાણો
OFSનું પુરુ નામ છે ઓફર ફોર સેલ એટલે કે, ઓએફએસ રૂટના માધ્યમથી કોઈ સિલ્ટેડ કંપની એક્સચેન્જ પ્લેટફઓર્મ પર પોતે શેર વેચી શકે છે, આ એક ખાસ વિન્ડો છે જેની સુવિધા માત્ર 200 ટોચની કંપનીઓને જ આપવામાં આવે છે, જેમાં ઓછામાં ઓછા 25 ટકા શેર મ્યૂચ્યુઅલ ફંડ અથવા વિમા કંપનીઓ જેવા સંસ્થાગત રોકાણકારો માટે રિઝર્વ રાખવામાં આવે છે.
શેર બજારમાં લિસ્ટેડ કંપનીઓના પ્રમોટરો તેની ભાગીદારીને ઓછી કરવા માટે તેનો ઉપયોગ કરે છે.ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2019 માં આવેલા આઈપીઓ દ્વારા સરકારે આઈઆરસીટીસીમાં તેની 12.6 ટકા ભાગીદારી ઘટાડી હતી.આ પહેલા રેલવે દ્વારા સરકારની 100 ટકા આમા ભાગીદારી હતી.
આઈઆરસીટીસી એ ભારતીય રેલ્વેની એક પેટાકંપની છે. આઇઆરસીટીસી ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે ઓનલાઇન ટિકિટના બુકિંગ તેમજ મુસાફરી દરમિયાન ભોજનની પણ વ્યવસ્થા કરે છે. આ સિવાય આ કંપનીના માધ્યમથી દેશમાં અનેક ખાનગી ટ્રેનોનું સ્ચાલન પણ કરવામાં આવે છે,
સાહીન-